Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ભદ્રાદોષ નથી:બહેનો સવારના 7.55થી રાતના 11.19 સુધી ભાઈને રાખડી બાંધી શકશે

    2 days ago

    ભાઈબહેનના પવિત્ર સંબંધનું પર્વ એટલે રક્ષાબંધન. આજે શ્રાવણ સુદ પૂનમ, નારિયેળી પૂનમ પણ છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે રક્ષાબંધનના દિવસે ભદ્રાદોષ ન હોવાથી આખો દિવસ અને રાત્રી રાખડી બાંધવા માટે શુભ અને ઉત્તમ રહેશે. સવારના 7.55 વાગ્યાથી રાતના 11.19 વાગ્યા સુધી 7 મુહૂર્ત છે. આ દિવસે ચન્દ્રગ્રહણ છે પરંતુ ભારતમાં એ સમયે દિવસ હોવાથી દેખાશે નહીં અને એટલે ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી. આજે ભૂદેવો નવીન યજ્ઞોપવીત ધારણ કરશે. રક્ષાબંધને શુદ્ધ જળ સાથે કાચા દૂધમાં કાળા તલ નાખીને દેવાધિદેવ મહાદેવને ચઢાવવાથી ભૌતિક જગતનું સુખ સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ કમળપુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા શિવપુરાણમાં આલેખાયો છે. વિદ્યાર્થીઓએ વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમજ વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય. એકી સંખ્યામાં મહામૃત્યુંજય જપ કરવાથી સુખાકારી વધશે તેમ જ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. મહાકાલને લાડુનો ભોગ ધરાવાશે • સરદારનગરના મહાકાલને ઉજ્જૈનમાં તૈયાર કરાયેલા ચણાના લોટના 11000 લાડુનો મહાભોગ ધરાવાશે. રાજસ્થાનથી મગાવેલા લાલ-ગોલ્ડન રંગના 121 મીટર કાપડમાંથી બોટાદના મેઘરાજસિંહે તૈયાર કરેેલો સાફો ભગવાનને પહેરાવાશે. • ચિન્મય મિશન, પરમધામમાં સવારે 6.30થી 7.30 વાગ્યા સુધી ગાયત્રી હવન અને સવારે 7.30થી 8.30 સુધી યજ્ઞોપવીત બદલાશે. 10થી 11.30 વાગ્યા સુધી ભક્તો ભગવાનને રાખડી અર્પણ કરશે. • WBO ગ્લોબલ ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (અમદાવાદ) દ્વારા સવારે 9થી 11 વાગ્યા સુધી તિલકબાગ પાસેના શ્રી મહાલક્ષ્મી મંદિરે સામૂહિક જનોઈ બદલાશે. • વિવિધ મંદિરોમાં રક્ષાબંધન અને હિંડોળાનાં આયોજન થશે.
    Click here to Read More
    Previous Article
    પડતર માગ મામલે ફરી બાયો ચઢાવી:વાજબી ભાવના દુકાનદારો 1 સપ્ટેમ્બરથી હડતાળ પાડશે
    Next Article
    આજે સંસ્કૃત દિવસ:30 વર્ષમાં અમદાવાદમાં 1000 શિબિર યોજી 25 હજાર લોકોને સંસ્કૃતની તાલીમ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment