Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સંસ્કૃત દિવસ:30 વર્ષમાં અમદાવાદમાં 1000 શિબિર યોજી 25 હજાર લોકોને સંસ્કૃતની તાલીમ આપી

    2 days ago

    આજે નોલેજ બેઝ ઈકોનોમીના યુગમાં રોજગાર આધારિત કોર્સિસની બોલબાલા છે ત્યારે પણ સંસ્કૃતનું મહત્વ જળવાઈ રહ્યું છે. અમદાવાદમાં સંસ્કૃત ભારતી સંસ્થા, એકલવ્ય સંસ્કૃત અકાદમી, બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ, ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકદામી, ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ સહિતની સંસ્થાઓ સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે નોંધપાત્ર પ્રદાન આપી રહી છે. વિવિધ ઉપક્રમો-સંશાધનોના માધ્યમથી સંસ્કૃતના પ્રચાર પ્રસાર ઉપરાંત સંસ્કૃત સંભાષણ એટલે કે સંસ્કૃતની બોલચાલની તાલીમ અપાઈ રહી છે. છેલ્લા ત્રણ દાયકામાં શહેરમાં 1000થી વધુ સંસ્કૃત સંભાષણ શિબિરો યોજી 25000થી વધુ લોકોને આવરી લેવાયા છે. બીજી તરફ ગુજરાત યુનિ.માં અનુસ્નાતક સંસ્કૃત વિષયોમાં છેલ્લા 10 વર્ષમાં 60 ટકા સીટો ખાલી રહી છે. વ્યાકરણ, પુરાણ, દર્શન, વેદાન્ત, આઈકેએસ, જ્યોતિષ સહિતના શાસ્ત્રોમાં કુલ ઉપલબ્ધ 75 સીટોની સામે 30 જેટલી સીટો જ ભરાઈ છે. દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય ‘સંસ્કૃતમાં દિનપ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે તે ચિંતાનું કારણ છે, છેલ્લા એક દાયકાથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ 60 ટકાથી વધારે સીટો ખાલી રહે છે તે માટે સામાજિકો અને સરકારે કંઈક નક્કર યોજનાઓ માટે વિચાર કરવો જોઈએ. > ડૉ. અતુલ ઉનાગર ,અધ્યાપક, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી. સંસ્કૃત બોર્ડ, સંસ્કૃત ભારતી સહિતની સંસ્થાઓનું ઉમદા કાર્ય 25મીથી 31મી ઓગસ્ટ દરમિયાન ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને ‘સંસ્કૃત ભારતી’ દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યભરમાં સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિઓ રચવામાં આવી છે. > હિમાંજય પાલીવાલ, રાજ્ય સંસ્કૃત બોર્ડ, ડૉ. વસંત જોષી, પ્રાંત સહમંત્રી,સંસ્કૃત ભારતી, ગુર્જર પ્રાંત
    Click here to Read More
    Previous Article
    આજે ભદ્રાદોષ નથી:બહેનો સવારના 7.55થી રાતના 11.19 સુધી ભાઈને રાખડી બાંધી શકશે
    Next Article
    ફેલ ગયેલા શોપિંગ ફેસ્ટિવલ માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી:પ્રજાના ટેક્સના નાણાંથી મ્યુનિ. વધુ એક વખત શોપિંગ ફેસ્ટિવલનો તાયફો કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment