Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકોને પડીકા ખવડાવતા સાચવજો!:અમદાવાદની દુકાનમાં નાસ્તાના પડીકાની ખાદ્ય ચીજ વસ્તુમાં ડાઈનો કલર મળી આવ્યો, 75000 પેકેટો જપ્ત

    11 hours ago

    અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય તે જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા બાપુનગર વિસ્તારમાંથી "બચ્ચો કા પાસ્તા" નામના સ્નેક્સ પેકેટનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેને પબ્લિક હેલ્થ ખાતે થયેલી તપાસમાં આ નમૂનામાં ઓઇલ સોલ્યુબલ ડાઈનો ઉપયોગ થયેલો હોવાનું બહાર આવ્યું હતું. અમરાઈવાડી વિસ્તારમાં શિવાનંદ નગરમાં આવેલી અમન સેલ્સ એજન્સીમાં તેનું વેચાણ થતું હતું. મોટા પ્રમાણમાં ચોકલેટ, સોયા ચિપ્સ સહિત અલગ અલગ વસ્તુઓનું પેકેજના વેચાણમાં થતું હતું. જેથી 1500 કિલોના 75,000 પેકેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓના પેકેટમાંથાી ડાઈ મળી આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહ જણાવ્યું હતું કે, જે પેકેજ નમકીન સેમ્પલ લેવામાં આવ્યું હતું, તેમાં ઇન્ડસ્ટ્રીયલ ડાઈ હોવાનું સામે આવતા સેલ્સ એજન્સીમાં તપાસ કરી હતી અને મોટા પ્રમાણમાં નાસ્તાના પેકેટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડાઈના ઉપયોગના કારણે આરોગ્યને નુકસાન થાય છે. માથું દુખવું, વોમિટીંગ સહિત આડઅસરની થાય છે, લાંબા ગાળે કીડની અને કેન્સર થવાની શક્યતા છે. 75000 સ્નેક્સ પેકેટ જપ્ત કરી એજન્સીને સીલ માર્યું મળતી માહિતી મુજબ આજે 17 જુલાઈના રોજ AMC ફૂડ વિભાગ દ્વારા ઉપરોક્ત એકમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પ્રકારના સ્નેક્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસના આધારે આ જથ્થો પણ સબસ્ટાન્ડર્ડ/અસુરક્ષિત (Sub-standard / Unsafe) હોવાની સંભાવનાને લઈ વેચાણ માટે રાખવામાં આવેલા અંદાજે 75000 સ્નેક્સ પેકેટ (આશરે 1500 કિલોગ્રામ) નો જથ્થો વેચાણ માટે સ્થગિત (Stop Sale) કરવામાં આવ્યો છે અને એજન્સી સીલ કરી છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન પ્રાપ્ત માહિતી મુજબ આ ઉત્પાદનોનું ઉત્પાદન ધારીવાલા ફૂડ્સ, સુજાનપુર હાઈવે, સિદ્ધપુર, તા. પાટણ ખાતે આવેલા ઉત્પાદન એકમમાં થતું હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ ઉત્પાદન એકમ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ક્યા-કયા 7 નમૂના લેવાયા?
    Click here to Read More
    Previous Article
    સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ:બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ; આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમની આગાહી
    Next Article
    સુરતમાં 10 દિવસના વિરામ બાદ, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ:ઉધના-સચિન રોડ ફરી બન્યો બેટ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા; ત્રીજી વખત જળબંબોળ જેવી સ્થિતિ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment