Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ:બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ; આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમની આગાહી

    16 hours ago

    બંગાળની ખાડીમાં સક્રિય એક મજબૂત લો પ્રેશર એરિયા (વેલ-માર્ક્ડ લો પ્રેશર) અને રાજસ્થાન પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે 44 તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત શહેરમાં છેલ્લા દસ દિવસના લાંબા વિરામ બાદ ફરી આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અગાઉ ગત 7 તારીખના રોજ પડેલા ભારે વરસાદને કારણે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન ખોરવાયું હતું, ત્યારે આજે ફરી શરૂ થયેલા આ મન મૂકીને વરસતા વરસાદને કારણે શહેરીજનોને અસહ્ય ઉકળાટથી રાહત તો મળી છે, પરંતુ સાથે જ ગત સપ્તાહ જેવી જળબંબોળની સ્થિતિ ફરી પુનરાવર્તિત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. સેટેલાઇટ ઇમેજમાં જુઓ દેશમાં ચોમાસાની સ્થિતિ ભાવનગરમાં પણ વરસાદ, ગરમીથી રાહત ભાવેણાવાસીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જેનો અંત આવ્યો છે. ઘનઘોર વાદળા બંધાયા બાદ બપોરના શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનું ધીમીધારે આગમન થયું છે. ઝરમર વરસાદ શરૂ થતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે. રાજ્યમાં સામાન્ય કરતાં 31% જેટલો ઓછો વરસાદ ચોમાસાની સીઝનમાં 1 જૂનથી લઈને આજ સુધીના કુલ વરસાદના આંકડા જોઈએ તો, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 170 મિમી વાસ્તવિક વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં 245 મિમી વરસાદ થવો જોઈતો હતો. આ હિસાબે સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 31% જેટલો ઓછો વરસાદ થયો છે. જો આ આંકડાને વિસ્તાર પ્રમાણે વિભાજિત કરીએ તો, ગુજરાત રીજિયનમાં અત્યાર સુધી 235 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય રીતે થતા 310 મિમી વરસાદની સરખામણીએ 25% ઓછો છે. તે જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં અત્યાર સુધી 122 મિમી વાસ્તવિક વરસાદ થયો છે, જ્યારે ત્યાં સામાન્ય રીતે 195 મિમી વરસાદની જરૂરિયાત હોય છે, જેથી આ વિસ્તારમાં સામાન્ય કરતાં 38% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. 23 જુલાઈ સુધીની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. ⇒ રાહતના સમાચાર: આગામી 23 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિની કોઈ સંભાવના નથી, માછીમારો કે સામાન્ય જનતા માટે કોઈ રેડ કે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું નથી. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર એરિયા (વેલ-માર્ક્ડ લો પ્રેશર) અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન શું છે? 1. લો પ્રેશર એરિયા હવામાનની ભાષામાં આને આપણે 'વરસાદી સિસ્ટમ' કહીએ છીએ. જ્યારે કોઈ જગ્યાએ ગરમી વધે છે, ત્યારે ત્યાંની હવા ગરમ થઈને ઉપર તરફ ચડવા લાગે છે. હવા ઉપર જવાથી જમીનની નજીકના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે અને ત્યાં એક ખાલીપો (વેક્યુમ) સર્જાય છે. આ ખાલી જગ્યાને ભરવા માટે આજુબાજુની ભેજવાળી અને ઠંડી હવા ઝડપથી એ તરફ દોડી આવે છે. 2. સાયક્લોનિક સર્ક્યુલેશન આ હવાનું એક એવું કુંડાળું છે જે વાતાવરણમાં ઉપરના સ્તરે ગોળ-ગોળ ઘુમરી મારે છે. પૃથ્વીની ગતિના કારણે પવનો સીધા જવાને બદલે ચક્રાકાર ગતિમાં ફરવા લાગે છે. તે આસપાસના વિસ્તારોમાંથી ભેજને ખેંચીને એક જગ્યાએ ભેગો કરવાનું કામ કરે છે. તે જમીન પર નથી હોતું, પરંતુ આકાશમાં અમુક કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય હોય છે, (જેમ કે તાજેતરના તે 3.1 કિમીથી 7.6 કિમીની ઊંચાઈ પર જોવા મળ્યું છે). ટૂંકમાં સમજીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન એ આકાશમાં ફરતું પવનોનું ચક્ર છે જે ભેજ ભેગો કરે છે, અને લો પ્રેશર એરિયા એ જમીનની સપાટી પર સર્જાતું એવું કેન્દ્ર છે જે વાદળો બાંધીને ધોધમાર વરસાદ લાવે છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટ બોલ્યું- SIRમાંથી નામ કપાતા નાગરિકતા જતી નથી:બંગાળ સરકાર-ECને નોટિસ; યોજનાઓનો લાભ ન રોકવાવાળી અરજી પર માંગ્યો જવાબ
    Next Article
    બાળકોને પડીકા ખવડાવતા સાચવજો!:અમદાવાદની દુકાનમાં નાસ્તાના પડીકાની ખાદ્ય ચીજ વસ્તુમાં ડાઈનો કલર મળી આવ્યો, 75000 પેકેટો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment