Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહોના વિસ્તારમાં માઇનિંગની તૈયારી?:જાફરાબાદ નજીક 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ઉદ્યોગને આપવા હિલચાલ; સિંહપ્રેમીઓમાં ભારે રોષ

    9 hours ago

    એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયન્સ (એશિયાઈ સિંહો)ના સંવર્ધન અને જતન માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. વર્ષોથી સિંહોના કાયમી નિવાસસ્થાન ગણાતી 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન એક ખાનગી કંપનીને માઇનિંગ (ખનન) માટે સોંપી દેવાની વન વિભાગની આંતરિક હિલચાલને પગલે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક જનતામાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. શું છે સમગ્ર વિવાદ? જાફરાબાદના બાબરકોટ પાસે આવેલા ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના અનામત જંગલની કિંમતી જમીન પર એક ખાનગી કંપની છેલ્લા 12 વર્ષથી ડોળો માંડીને બેઠી છે. અગાઉ 2016થી અત્યારસુધીના અનેક વન અધિકારીઓએ સિંહોની સુરક્ષાને ધ્યાને રાખી આ માઇનિંગ પ્રોજેક્ટને નકારી કાઢ્યો હતો. જોકે, હાલમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ (IFS કક્ષાના) દ્વારા આ પ્રોજેક્ટ માટે 'હકારાત્મક અભિપ્રાય' આપી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વન વિભાગના જ કર્મચારીઓમાં ચાલતી ચર્ચા મુજબ, આ જમીન હવે ટૂંક સમયમાં જ માઇનિંગ માટે સોંપી દેવામાં આવશે. 40થી વધુ સિંહોનું જોખમાતું અસ્તિત્વ વન વિભાગના પોતાના જ આંકડાઓ આ નિર્ણયની ગંભીરતા છતી કરે છે: નિષ્ણાતો અને સિંહપ્રેમીઓની ચેતવણી સિંહપ્રેમી મયંક ભટ્ટે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આ રિઝર્વ ફોરેસ્ટની જગ્યા ખાનગી કંપનીને આપવી એ સિંહોનું નિકંદન કાઢવા સમાન છે. દરિયાઈ પટ્ટી (કોસ્ટલ બેલ્ટ)ના સિંહોની પ્રકૃતિ અલગ હોય છે. જો તેમનું આ છેલ્લું સુરક્ષિત રહેઠાણ છીનવાઈ જશે, તો સિંહ અને માનવ વચ્ચેના સંઘર્ષમાં (Man-Animal Conflict) ભયજનક વધારો થશે. આ ઉપરાંત માઇનિંગને કારણે ખેતીલાયક જમીનમાં ખારાશ વધવાની પણ ભીતિ છે. 'માઇનિંગ માટે જમીન કંપનીને સોંપવાની કામગીરી થઈ રહી છે : સરપંચ પ્રતિનિધિ બાબરકોટ સરપંચ પ્રતિનિધિ અનક સાંખટએ જણાવ્યું હતું કે, બાબરકોટ ગામમાં ખાનગી કંપની નજીક સિંહો માટે રિઝર્વ જમીન 70 હેક્ટર આવલી છે. આ જમીન માઇનિંગ માટે કંપનીને સોંપવા માટે કાગળ ઉપર કામગીરી થઈ રહી છે એવા સમાચાર અમને મળ્યા છે. અત્યારસુધીમાં વનવિભાગના તમામ અધિકારીઓને નેગેટીવ રિપોર્ટ આપવામાં આવ્યા હતા પરંતુ, અમને જાણવા મળ્યું છે કે, ધારી વનવિભાગના અધિકારીઓએ પોઝીટિવ અભિપ્રાય આપ્યો છે. ‘અમારા વિસ્તારમાં સિંહ ન હોવાનો અભિપ્રાય ખોટો’ અમારા વિસ્તારમાં સિંહો ખુબજ મોટી સંખ્યામાં રહે છે. આ જમીન કંપનીને સોંપવાથી ગામડામાં ઘર્ષણો પણ વધશે. અમારી મુખ્યમંત્રીને વિનંતી છે કે, આ જમીન કંપનીને સોંપવામા ન આવે. અમારા વિસ્તારમાં સિંહ ન હોવાનો ખોટો અભિપ્રાય જે અધિકારીએ કંપની સાથે મળી આપ્યો છે, તેની સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરું છું. સરકારની બેવડી નીતિ સામે સવાલો એક તરફ 'SAVE LION'ના નારે પ્રચાર અને બીજી તરફ સિંહોના ઘરમાં જ માઇનિંગની તૈયારી - સરકારની આ બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરી છે કે, અમારા ધ્યાને આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. અમે કોઈપણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપતા નથી અને આપવાના પણ નથી. આગામી સમય શું લાવશે? મંત્રીના નકાર છતાં વન વિભાગના સૂત્રો અને સ્થાનિક હિલચાલ કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે. જો વન વિભાગ આ જમીન કંપનીને સોંપશે, તો ગુજરાતની શાન ગણાતા સિંહો માટે આ મોટો ફટકો સાબિત થશે. હાલ તો સિંહપ્રેમીઓએ 'Save Lion, Save Reserve Forest' ના અભિયાન સાથે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિરોધ તેજ કર્યો છે. વિકાસના નામે વન્યજીવોના ભોગે લેવાતો નિર્ણય બાબરકોટની આ જમીન માત્ર જમીનનો ટુકડો નથી, પણ 50થી વધુ વન્યજીવોનું ઘર છે. વિકાસના નામે વન્યજીવોના ભોગે લેવાતો આ નિર્ણય આગામી પેઢી માટે ઘાતક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર સિંહોના હિતમાં કડક વલણ અપનાવે છે કે ઉદ્યોગોના સમર્થનમાં નરમ.
    Click here to Read More
    Previous Article
    4 ફ્લોટિંગ પોકલેન સહિત 70થી વધુ મશીનરીઓથી ખાડીની સફાઈ:તળિયાનો વર્ષો જૂનો કાંપ દૂર કરાશે, આ વર્ષે સુરત શહેરના રહીશોને ખાડી પૂરથી રાહત મળશે!
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સિવિલ લિકર પરમિટ કૌભાંડ: 3 કર્મચારીએ 8 મહિનામાં 257 લોકો પાસેથી 60 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment