Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 ફ્લોટિંગ પોકલેન સહિત 70થી વધુ મશીનરીઓથી ખાડીની સફાઈ:તળિયાનો વર્ષો જૂનો કાંપ દૂર કરાશે, આ વર્ષે સુરત શહેરના રહીશોને ખાડી પૂરથી રાહત મળશે!

    9 hours ago

    સુરત માટે ચોમાસું હંમેશા એક પડકારજનક સમય રહ્યો છે. ખાસ કરીને શહેરની મધ્યમાંથી અને આસપાસથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે. આ વર્ષે ખાડીપૂરની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાએ પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરી છે. નવા નિમણૂક પામેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને આ વખતે પરંપરાગત પદ્ધતિઓ છોડીને અત્યાધુનિક ટેકનોલોજી અને સખત મોનિટરિંગ પર ભાર મૂક્યો છે. ખાડીપૂરને રોકવા મનપાની પ્રી-મોન્સૂન કામગીરી વર્ષ 2025ના ચોમાસા દરમિયાન સુરતના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને કમિશનર એમ. નાગરાજને ચાર્જ સંભાળતાની સાથે જ ખાડી સફાઈને પ્રાથમિકતા આપી છે. આ વર્ષે પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાડીઓની જળવહન ક્ષમતા વધારવાનો છે. ભાડે લીધેલા 4 ફ્લોટિંગ પોકલેન મશીનોથી તળિયાનો વર્ષો જૂનો કાંપ દૂર કરાશે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર 4 ફ્લોટિંગ પોકલેન મશીનો ભાડેથી મેળવીને ખાડીઓમાં ઉતારવામાં આવ્યા છે. સામાન્ય રીતે જેસીબી કે પોકલેન ખાડીના કાંઠે રહીને સફાઈ કરતા હોય છે, પરંતુ આ ફ્લોટિંગ મશીનો પાણીની વચ્ચે જઈને કામગીરી કરી શકે છે. ખાડીના તળિયે જમા થયેલો વર્ષો જૂનો કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. ખાડીની ઊંડાઈ વધારવા માટે ડ્રેજિંગની કામગીરી આ મશીનો દ્વારા અસરકારક રીતે થઈ રહી છે. ખાડીમાં ફસાયેલો પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો, જે પાણીના પ્રવાહને અવરોધે છે, તેને આ મશીનોની મદદથી ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. 70થી વધુ વિવિધ મશીનરીઓથી ખાડીઓની સફાઈ માત્ર ખાડીઓ જ નહીં, પણ સમગ્ર શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્કને સાફ કરવા માટે મશીનરીઓનો આખો કાફલો કામે લગાડવામાં આવ્યો છે. જેમાં 4 ફ્લોટિંગ મશીનો જે ખાસ કરીને ઊંડી ખાડીઓ માટે વપરાય છે. લોંગ બૂમ મશીન્સ કાંઠેથી દૂર સુધી સફાઈ કરવા માટે. પોકલેન અને જેસીબી નાના નાળા અને કેનાલની સફાઈ માટે. ટ્રક્સ અને ડમ્પર કાઢવામાં આવેલી સિલ્ટને તાત્કાલિક અન્યત્ર ખસેડવા માટે. અંદાજે 70થી વધુ વિવિધ મશીનરીઓ હાલ સુરતના રસ્તાઓ અને ખાડીઓ પર રાત-દિવસ કાર્યરત છે. તમામ ઝોનમાં પ્રી-મોન્સૂન કામગીરી સુરતના સેન્ટ્રલ, વેસ્ટ, નોર્થ, ઇસ્ટ, સાઉથ અને સાઉથ-વેસ્ટ સહિતના તમામ ઝોનમાં પ્રી-મોન્સૂન કામગીરી વહેંચી દેવામાં આવી છે. ચોમાસાનું પાણી જે પાઈપલાઈન દ્વારા નિકાલ પામે છે, તે તમામ લાઈનોનું સેટિંગ કરવામાં આવ્યું છે. રસ્તા પરના પાણી શોષતા ઇનલેટ ચેમ્બર્સને ખુલ્લા કરવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઈન ચોક-અપ ન થાય તે માટે મેનહોલમાંથી કચરો કાઢવામાં આવ્યો છે. આ વર્ષની કામગીરીની સૌથી મોટી વિશેષતા 'સુપરવિઝન' છે. દરરોજ સવારે 7 વાગ્યાથી પોતપોતાના વિસ્તારની ખાડીઓ પર હાજર રહીને કામનું નિરીક્ષણ કરે છે. એન્જિનિયર દ્વારા રોજેરોજની પ્રગતિનો અહેવાલ તૈયાર કરાય છે. ડેપ્યુટી કમિશનર અને ઝોનલ ચીફ દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછી 2થી 3 વાર આકસ્મિક મુલાકાત લઈને કામની ગુણવત્તા તપાસવામાં આવે છે. સુરત શહેરના રહીશોને ખાડી પૂરથી રાહત મળશે? ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલુ વર્ષે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી પર પૂરતું ફોકસ કરવામાં આવી રહ્યું છે. લાસ્ટ યરના ફ્લડિંગ કન્ડિશનને ધ્યાને લઈ આ વખતે સૌ પ્રથમ વાર ફ્લોટિંગ પોકલેન મશીન આપણે ઇન્સ્ટોલ કર્યા છે. આ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, કુલ 4 મશીન ભાડેથી લીધા છે, જેનાથી ખાડીને ડી-સિલ્ટિંગ, ડ્રેજિંગ, કચરો સાફ-સફાઈ બધી કામગીરી કરવામાં આવે છે. આ ફ્લોટિંગ મશીનથી ખાડીની સાફ-સફાઈ કરવા દરમિયાન આશરે 1થી 1.5 મીટર જેટલા પાણીના લેવલ ડાઉન થયાનું હાલમાં ધ્યાનમાં આવેલા છે. જે ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે આ વખતમાં સુરત શહેરના રહીશોને ખાડી પૂરથી ચોક્કસ રાહત મળશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ અત્રે તમામ ઝોન કચેરીએથી તમામ ખાડીઓની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ સિવાય સ્ટોર્મના ઇનલેટ, ઇનલેટ ચેમ્બર્સ, ડ્રેનેજ મશીનરી, સ્ટોર્મ વોટર લાઈન, મેનહોલ ડી-સિલ્ટિંગ આ તમામ પ્રકારની ડી-સિલ્ટિંગ કામગીરી જે ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત કરવામાં આવે છે, ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. 'પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત જરૂર સફળતા મળશે' રાકેશ મોદીએ કહ્યું કે, હાલમાં મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન તેમજ મહેરબાન ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શનથી તેમજ સીધી સૂચનાથી ઝોન કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીને ક્રોસ વેરિફિકેશન પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. આથી આ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત જરૂર સફળતા મળશે અને તમામ શહેરીજનોને ફ્લડની મુશ્કેલીમાંથી રાહત મળશે તે ચોક્કસપણે કહી શકાય એમ છે. હાલમાં તમામ ઝોનમાં ફ્લોટિંગ મશીન 4, લોંગ બૂમ મશીન્સ, પોકલેન મશીન્સ આવી વિવિધ પ્રકારની તમામ મશીનરીઓ જેસીબી, ટ્રક્સ થઈને આશરે 70 થી વધુ મશીનરીઓ કામે લાગી રહી છે, જે ફક્ત પ્રી-મોન્સૂનના કામે જ વાપરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બધું આઉટસોર્સ કરવામાં આવેલું છે. ફ્લોટિંગ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, લોંગ બૂમ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, તે ઉપરાંત પોકલેન મશીન તેમજ જેસીબી મશીન, ડમ્પર ટ્રક સુરત મહાનગરપાલિકાના પોતાના વાપરવામાં આવી રહ્યા છે. આ તમામ મશીનરીઓની સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ, સુપરવાઈઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર પણ કાર્યરત છે. કાર્યપાલક ઈજનેર તેમજ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા પણ ડેપ્યુટી કમિશનર તેમજ ઝોનલ ચીફ દ્વારા પણ સમયાંતરે ડેઈલી, વીકલી 2થી 3 વાર મોનિટરિંગ કરવામાં આવે છે. ડેપ્યુટી એન્જિનિયરની તમામ ખાડી પર સવારે 7 વાગ્યાથી મોનિટરિંગ કરવામાં આવે છે, સુપરવિઝન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વિજય થોડીવારમાં તમિલનાડુના CM પદના શપથ લેશે:રાજ્યમાં 60 વર્ષ પછી બિન-દ્રવિડ પક્ષના મુખ્યમંત્રી; રાહુલ ગાંધી ચેન્નઈ પહોંચ્યા
    Next Article
    અમરેલીમાં સિંહોના વિસ્તારમાં માઇનિંગની તૈયારી?:જાફરાબાદ નજીક 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ઉદ્યોગને આપવા હિલચાલ; સિંહપ્રેમીઓમાં ભારે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment