Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:સિવિલ લિકર પરમિટ કૌભાંડ: 3 કર્મચારીએ 8 મહિનામાં 257 લોકો પાસેથી 60 લાખ પડાવ્યા

    11 hours ago

    શ્રીમતી રેખાબહેનના પુત્ર મિતેષ બ્રહ્મભટ્ટનો રિપોર્ટ સિવિલ હોસ્પિટલના લિકર પરમિટ કૌભાંડમાં પકડાયેલા ત્રણ કર્મચારીએ માત્ર 8 મહિનામાં 257 લોકો પાસેથી 60 લાખ પડાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. આ ત્રણેય અઠવાડિયામાં દર બુધ અને ગુરુવારે જ પરમિટનું કામ કરતા હતા. આ બંને દિવસમાં 40 લોકોને નવી પરમિટ અને પરમિટ રિન્યુઅલ માટે બોલાવતા હતા. પરમિટનાં કામ માટે આવતા લોકો પાસેથી ઓફલાઇન પૈસા લેવાની સિસ્ટમ ન હતી છતાં તેમણે રોકડા પૈસા લઈ કૌભાંડ આચર્યું હતું. ત્રણેય આરોપી કરશનસિંહ વાઘેલા સિનિયર ક્લાર્ક, નવીનચંદ્ર ડાભી અને વસંત નીનામા હાલ જેલમાં છે. જ્યારે આ કૌભાંડની તપાસ હાલ શાહીબાગ પોલીસ કરી રહી છે. પીઆઈ જે. એચ. સિંધવે આ કેસમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી 1200 બેડની હોસ્પિટલના પહેલા માળે આવેલા રૂમ નંબર- 1003માં લિકરની પરમિટનું કામ થાય છે. જ્યાં નવી પરમિટ માટે રૂ. 25 હજાર અને પરમિટ રિન્યુ કરવા માટે રૂ. 20 હજાર ફી લેવામાં આવે છે. આ ફી ઓનલાઇન ભરવાની હોય છે અને તે પૈસા રોગી કલ્યાણ સમિતિના એક્સિસ બેંકના એકાઉન્ટમાં જમા કરવાના હોય છે, પરંતુ આરોપીઓએ સર્વર ડાઉન હોવાનું કહીને રોકડમાં પૈસા લેતા હતા, જેની સામે તેઓ પૈસા ભર્યાની રસીદ પણ આપતા હતા અને તેના આધારે ગ્રાહકની પરમિટ નીકળી જતી હતી, પરંતુ તે પૈસા સરકારની તિજોરીમાં જમા થતા ન હતા અને આ ત્રણેયના ખિસ્સામાં જતા હતા. ફાઈલમાં રસીદ જોડવાની ન હોવાથી કૌભાંડ પકડાતું નહોતું જે પણ વ્યક્તિને પરમિટ લેવાની હોય તેણે સૌથી પહેલા નશાબંધી ખાતાની ઓફિસમાંથી ફોર્મ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ફાઇલ સબમિટ કરવાની હોય છે, જેમાં સિવિલ સર્જનનું સર્ટિફિકેટ જોડવું ફરજિયાત છે. ત્યાર બાદ આ ફાઈલ સિવિલના લિકર પરમિટ વિભાગમાં જતી હતી. જ્યાં આ ત્રણેય જણ પરમિટ લેનારને બોલાવીને પોઝિટિવ અભિપ્રાય આપવા બદલ પૈસા ભરાવડાવતા. જો કે પૈસા રોગી કલ્યાણ સમિતિના એકાઉન્ટમાં જમા કરાવવાના હોય છે. જ્યારે નશાબંધી ખાતામાં પૈસા ભર્યાની રસીદ નહીં માત્ર આ અભિપ્રાય જતો હતો, જેના કારણે આ કૌભાંડ પકડાતું ન હતું. ઓડિટ થાય છે પરંતુ સમિતિમાં દાન, વિવિધ ટેસ્ટની ફીના પૈસા પણ આવે છે લિકર પરમિટ ઉપરાંત દાન, એક્સ રે, સીટી સ્કેન જેવા ટેસ્ટના પૈસા પણ રોગી કલ્યાણ સમિતિના એકાઉન્ટમાં જમા થાય છે. એકાઉન્ટનું ઓડિટ થાય છે, પરંતુ તેમાં અલગ અલગ કામનાં પૈસા આવે છે. - ડો. જયંત સોલંકી, મેડિકલ ઓફિસર ત્રણેય કર્મચારીએ આ રીતે કૌભાંડ આચર્યું હતું
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સિંહોના વિસ્તારમાં માઇનિંગની તૈયારી?:જાફરાબાદ નજીક 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ઉદ્યોગને આપવા હિલચાલ; સિંહપ્રેમીઓમાં ભારે રોષ
    Next Article
    LIVE: Vijay To Take Oath With 9 TVK Leaders, Actor Trisha Arrives At Venue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment