Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન:કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, 45 મિનિટ સુધી CPR આપ્યા બાદ પણ જીવ બચાવી શકાયો નહીં; 100+ ફિલ્મો, 3 નેશનલ, 4 ફિલ્મફેર અવોર્ડ

    18 hours ago

    દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે નિધન થયું. અહેવાલ મુજબ તેમને ગોવા સ્થિત પોતાના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. ડૉ. શેખર સાલકરના જણાવ્યા મુજબ નાના પાટેકરનું સવારે 5:20 વાગ્યે નિધન થયું. તેમના નિધન બાદ મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ‘પરિન્દા’માં વિલન બન્યા, 3 નેશનલ અવોર્ડ જીત્યા 1989ની ફિલ્મ ‘પરિન્દા’માં નાના પાટેકરે અન્નાનું પાત્ર ભજવ્યું હતું, જેના માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો. 1994ની ‘ક્રાંતિવીર’ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો. 1996ની ‘અગ્નિસાક્ષી’ માટે પણ તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો. આ રીતે તેમને કારકિર્દીમાં 3 નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યા. ભારતીય સિનેમામાં યોગદાન બદલ નાના પાટેકરને 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. પોતાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં તેમણે હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘વેલકમ’માં ઉદય શેટ્ટી બનીને કોમેડીમાં પણ છવાઈ ગયા 2007માં આવેલી ફિલ્મ ‘વેલકમ’માં નાના પાટેકરે ગેંગસ્ટર ઉદય શેટ્ટીની ભૂમિકા ભજવી હતી. આ કોમેડી પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેઓ તેની સિક્વલ ‘વેલકમ બેક’માં પણ ઉદય શેટ્ટીના પાત્રમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘પ્રહાર’ માટે મિલિટરી ટ્રેનિંગ લીધી હતી નાના પાટેકરનું ભારતીય સેના સાથેનું જોડાણ માત્ર ફિલ્મો સુધી મર્યાદિત રહ્યું નથી. ફિલ્મ ‘પ્રહાર: ધ ફાઇનલ એટેક’ની તૈયારી દરમિયાન તેમણે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કઠોર સૈન્ય તાલીમ લીધી હતી. આ તાલીમ દરમિયાન તેમણે જવાનો સાથે રહીને સૈન્યજીવનને નજીકથી સમજ્યું હતું. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ નાના પાટેકર જવાનો સાથે રહ્યા હતા. અહેવાલો મુજબ, તેમણે બે અઠવાડિયાથી વધુ સમય સૈનિકો વચ્ચે વિતાવ્યો અને અલગ-અલગ પોસ્ટ પર જઈને તેમનું મનોબળ વધાર્યું. બાદમાં તેમણે જણાવ્યું હતું કે તે દરમિયાન તેઓ ક્વિક રિએક્શન ટીમનો પણ ભાગ રહ્યા હતા. નાના પાટેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દેશ માટે દરેક વ્યક્તિએ પોતાની તરફથી કંઈક ને કંઈક કરવું જોઈએ. સેનાના જવાનો પ્રત્યેનો તેમનો આદર અનેક પ્રસંગોએ સામે આવ્યો છે. 2016માં તેમણે કહ્યું હતું કે તેમના માટે દેશ સૌથી પહેલા છે અને જવાનો જ દેશના સાચા હીરો છે. થિયેટરમાં કામ કરવા 1200ની નોકરી છોડી નાના પાટેકરને થિયેટરમાં સ્ટેટ લેવલના ઇનામો મળવા લાગ્યાં ત્યારે તેમણે એડવર્ટાઇઝિંગ એજન્સીની 1200 રૂપિયાની નોકરી છોડીને થિયેટરમાં જ કરિયર બનાવવાનું નક્કી કર્યું. તેમણે અનેક મરાઠી નાટકોમાં કામ કર્યું છે, જેમાં 'હમીદા બાઈ ચી કોઠી', 'રોઝ ટેટુ' સામેલ છે. શરૂઆતમાં નાના પાટેકરને નાટકના એક શોના માત્ર 50 રૂપિયા મળતા. આ જ કારણે તેઓ નાટકના રિહર્સલ દરમિયાન પત્તાં રમતા અને તેમાંથી પૈસા જીતતા. આ ઉપરાંત જાણીતા મરાઠી નાટ્ય કલાકાર તથા એક્ટર અશોક શરાફને માલિશ કરી આપતા અને તેઓ 5 રૂપિયા નાનાને આપતા. નાનાએ છેલ્લે 1996માં નાટકમાં કામ કર્યું. તેમના 'પુરુષ' નાટકના શો અંદાજે 1807 થયા. આ નાટકનો પહેલો શો 1981માં થયો ત્યારે નાનાને 200 રૂપિયા અને છેલ્લો શો 1996માં થયો ત્યારે 46 હજાર રૂપિયા મળતા હતા. આ નાટકનાં 16 વર્ષ સુધી અલગ-અલગ શો થયા. આ ઉપરાંત નાના પાટેકર પેઇન્ટિંગ સારું કરતા હોવાથી પોલીસ માટે આરોપીઓના સ્કેચ બનાવવાનું કામ કરતા. આટલું જ નહીં, મુંબઈ કોમી તોફાનો દરમિયાન નાનાએ શકમંદોના સ્કેચ બનાવ્યા હતા. ફિલ્મમાં ખાસ્સો સંઘર્ષ કર્યો નાના પાટેકરે ફિલ્મમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવા ખાસ્સો સંઘર્ષ કર્યો. ડેબ્યૂ ફિલ્મ 'ગમન' બાદ નાનાને જે પણ ફિલ્મ મળી એ સ્વીકારી. આ દરમિયાન નાનાએ એવરેજ ફિલ્મમાં કામ કર્યું અને એકપણ ફિલ્મ હિટ ન રહી. સ્મિતા પાટીલને કારણે રવિ ચોપરાની ફિલ્મ મળી નાના પાટેકર એક્ટ્રેસ સ્મિતા પાટીલ જ્યારે ન્યૂઝ વાંચતાં ત્યારથી ઓળખતાં. સ્મિતાએ જ નાનાને રવિ ચોપરાની ફિલ્મ 'આજ કી આવાઝ' (1984)માં કામ કરવાનું કહ્યું, નાના પાટેકર જ્યારે રવિ ચોપરાને મળવા ગયા ત્યારે તેમને રેપિસ્ટનો રોલ ઑફર થયો. રોલ સાંભળતાં જ નાના પાટેકરને ગુસ્સો આવ્યો અને તેમણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી ને ગાળાગાળી કરીને ઑફિસથી નીચે આવ્યા. આ સમયે સ્મિતા પાટીલ સામે જ મળ્યાં અને નાનાએ બધી વાત કરી. સ્મિતા પાટીલના કહેવાથી નાનાને પછી રેપિસ્ટને બદલે બીજો રોલ ઑફર થયો. નાનાએ આ ફિલ્મમાં કામ કરવાની શરત રાખી હતી અને તેમણે પોતાનો રોલ જાતે લખ્યો, આટલું જ નહીં, એન્ટ્રી સીન પણ જાતે જ શૂટ કર્યો. આ ફિલ્મમાં રાજ બબ્બર સાથે કામ કર્યું. નાનકડો રોલ હોવા છતાં નાના પાટેકરે એક્ટિંગથી ચાહકો અને ક્રિટિક્સના દિલ જીત્યાં. એ વાત અલગ છે કે બોક્સઑફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં દાંડિયા ક્લાસીસે ગૌસેવા માટે 73,000 રૂપિયા આપ્યા:કક્કડ પરિવાર સંચાલિત ક્લાસીસની તમામ આવક 3 સ્થાનિક ગૌસેવા સંસ્થાઓને આપી
    Next Article
    પાટણ યુનિવર્સિટીની ECમાં પ્રથમવાર 6 મહિલા સભ્યની નિમણૂક:મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું, કુલપતિએ સિનિયોરિટીના આધારે નિર્ણય લીધો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment