Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉંગ્રેસનો ખજાનો ખાલી, એક વર્ષમાં દાન 75% ઘટ્યું:2025-26માં ₹130.69 કરોડ મળ્યા; 10 વર્ષમાં સૌથી મોટો ઘટાડો

    8 hours ago

    કૉંગ્રેસ પાર્ટીને વીસ હજાર રૂપિયાથી વધુના દાનથી મળતી રકમમાં લગભગ 75%નો ભારે ઘટાડો આવ્યો છે. 2025-26માં પાર્ટીને માત્ર 130.69 કરોડ રૂપિયાનું દાન મળ્યું, જ્યારે 2024-25માં આ આંકડો 517.39 કરોડ રૂપિયા હતો. આ ચૂંટણી પંચને સોંપવામાં આવેલી પાર્ટીની ફાઇલિંગના વિશ્લેષણથી સામે આવ્યું છે. છેલ્લા એક દાયકામાં આ પ્રકારના દાનમાં આ સૌથી ઝડપી ઘટાડો છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, ઘટાડાનું મોટું કારણ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળેલા ફંડમાં ઘટાડો છે. આનાથી મોટો ઘટાડો 2015-16માં આવ્યો હતો, જ્યારે કૉંગ્રેસનું જાહેર કરાયેલું દાન 86% ઘટીને 141.46 કરોડ રૂપિયા રહી ગયું હતું. છેલ્લા 6 વર્ષમાં કૉંગ્રેસને મળેલું દાન 2025-26માં કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલું દાન ગયા વર્ષ કરતાં ઘણું ઓછું રહ્યું. જોકે, તપાસવામાં આવેલા સમગ્ર સમયગાળામાં આ પાર્ટીનું આ સૌથી ઓછું દાન નથી. હાલના આંકડાઓમાં ઇલેક્ટોરલ બોન્ડનો સમાવેશ નથી. યોજના અમલમાં હતી તે દરમિયાન બોન્ડમાંથી મળેલી રકમ અલગથી દર્શાવવામાં આવતી હતી. બોન્ડમાંથી મળેલી રકમને અગાઉના વર્ષોમાં ઉમેરવામાં આવે તો 2025-26માં કોંગ્રેસનું દાન 2020-21 પછીનું સૌથી ઓછું રહ્યું. પ્રુડન્ટ ટ્રસ્ટનું દાન ઘટ્યું, તેની અસર પડી કોંગ્રેસના દાનમાં હાલના ઘટાડામાં પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટની મોટી ભૂમિકા રહી. ટ્રસ્ટનું યોગદાન 2024-25ના ₹216.34 કરોડથી ઘટીને 2025-26માં ₹25 કરોડ રહ્યું. તેમાં આશરે 88%નો ઘટાડો થયો. કોંગ્રેસના હાલના ડોનેશન રિપોર્ટમાં પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ એ એકમાત્ર નોંધાયેલ ઇલેક્ટોરલ ટ્રસ્ટ છે. મોટા યોગદાનકર્તાઓમાં સ્ટાર સિમેન્ટે ₹5 કરોડ આપ્યા. સજ્જન ભજાંકાએ ₹4 કરોડ અને પ્રેમ કુમાર ભજાંકાએ ₹2 કરોડનું યોગદાન આપ્યું. પ્રુડન્ટ ટ્રસ્ટ કંપનીઓના દાનનું સૌથી મોટું કલેક્શન સેન્ટર છે, જે નાણાં ભેગા કરીને પોતાની મરજી મુજબ પાર્ટીઓને વહેંચે છે. છેલ્લા 10 વર્ષથી તેનો સૌથી મોટો લાભ BJPને મળતો રહ્યો છે. કુલ આવકનો આંકડો હજુ આવવાનો બાકી યોગદાન અહેવાલમાં કોંગ્રેસની કુલ આવક જણાવવામાં આવી નથી. કુલ આવકમાં નાના દાન, સભ્યપદ ફી, કૂપનથી મળેલી રકમ અને વ્યાજનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસનું 2025-26નું ઓડિટેડ એકાઉન્ટ હજુ અપલોડ થયું નથી. પાર્ટીની સંપૂર્ણ નાણાકીય સ્થિતિ જાણવા માટે આ એકાઉન્ટની જરૂર પડશે. 2024-25માં માત્ર કૂપનથી કોંગ્રેસને ₹350.12 કરોડ મળ્યા હતા. BJPને પાછલા નાણાકીય વર્ષમાં મળ્યું હતું ₹6000 કરોડનું દાન BJPને 2024-25માં ₹6,074.02 કરોડ મળ્યા હતા. આ કોંગ્રેસના દાન કરતાં લગભગ 12 ગણું વધારે હતું. 2025-26 માટે BJPનો આંકડો હજુ મળ્યો નથી. ચૂંટણી પંચે પાર્ટીનો યોગદાન અહેવાલ હજુ સુધી જાહેર કર્યો નથી. જે 12 નાણાકીય વર્ષોના આંકડા જોવામાં આવ્યા, તેમાં દર વર્ષે BJPને કોંગ્રેસ કરતાં વધુ દાન મળ્યું. આ સમાચાર પણ વાંચો… 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ₹1,473 કરોડનું દાન: કોંગ્રેસ કરતાં 7 ગણું વધુ; આસામમાં ₹96 કરોડ ખર્ચ્યા, 22 બેઠકો વધુ જીતી આસામ, બંગાળ, પુડુચેરી, કેરળ અને તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસની સરખામણીએ 7 ગણું વધુ દાન મળ્યું. 15 માર્ચથી 4 મે સુધીના ચૂંટણી સમયગાળામાં ભાજપને 1,472.8 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 207.17 કરોડ રૂપિયા મળ્યા. ચૂંટણી પંચે આ આંકડા બુધવારે જાહેર કર્યા. કેરળ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ખર્ચ હજુ સામે આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પર કેટરીના-વિક્કીએ લાડકવાયાનો ફેસ રિવીલ કર્યો!:વિહાનનું મમ્મી-પપ્પા સાથે ટ્વિનિંગ, જુઓ PHOTO; પ્રિયંકાની દીકરીએ પણ પિતા નિક સાથે મેચિંગ પહેર્યું
    Next Article
    દિવાળીના તહેવારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:આજવા રોડ પર એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી ₹2 લાખના દાગીનાની ચોરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment