Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકા ચોપરા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ જોવા પહોંચી:પતિ નિક જોનસને વીડિયો કોલ કરીને મેચ દેખાડ્યો; સ્ટાઇલિશ લુકના PHOTO વાયરલ

    11 hours ago

    બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા તાજેતરમાં વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મેચ જોવા પહોંચી હતી. તે મહિલા સિંગલ્સની સેમિફાઇનલ મેચ દરમિયાન ફ્રન્ટ રોમાં બેઠેલી જોવા મળી હતી, જ્યાં કોકો ગૉફ અને કેરોલિના મુચોવા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. પ્રિયંકાએ સ્ટેડિયમમાંથી જ તેના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસને ફેસટાઇમ પર વીડિયો કૉલ કર્યો અને તેને વિમ્બલ્ડનનો લાઇવ ટૂર કરાવ્યો. સોશિયલ મીડિયા પર તેના આ વીડિયો કૉલ અને સ્ટાઇલિશ લુકની ઘણી ચર્ચા થઈ રહી છે. આ મેચ દરમિયાન પ્રિયંકા સાથે ઘણી હોલીવુડ હસ્તીઓ પણ હાજર હતી. પ્રિયંકાની તસવીરો જુઓ… નિક જોનાસને વીડિયો કૉલ કરીને મેચ બતાવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા જેવી સ્ટેન્ડ્સ તરફ આગળ વધી રહી હતી, તેણે ત્યાં હાજર હોલીવુડ એક્ટ્રેસ સિન્થિયા એરિવો સાથે મુલાકાત કરી અને તેમનું અભિવાદન કર્યું. ત્યારબાદ તે પોતાની સીટ પર બેસી ગઈ. તેનું સંપૂર્ણ ધ્યાન મેચ પર જ હતું. મુકાબલો જોતી વખતે જ તેણે પોતાનો ફોન કાઢ્યો અને પતિ નિક જોનાસને ફેસટાઇમ કોલ કર્યો. તેણે નિકને ત્યાંનું વાતાવરણ બતાવ્યું અને મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ આપ્યા. આ દરમિયાન તે મેચની રોમાંચક પળો પર ખૂબ જ ઉત્સાહિત થઈને પ્રતિક્રિયા આપતા જોવા મળી. ઘણી મોટી હસ્તીઓ સાથે જોવા મળી સ્ટેડિયમમાં પ્રિયંકા ચોપરા સાથે અન્ય ઘણી જાણીતી હસ્તીઓ પણ મેચનો આનંદ માણી રહી હતી. તેની સાથે લેડી હેલેન ટેલર, એક્ટ્રેસ લિલી જેમ્સ, પૂર્વ રોયલ બેલે પ્રિન્સિપાલ ડાર્સી બસેલ, એક્ટ્રેસ એના મેક્સવેલ માર્ટિન અને બ્રોડકાસ્ટર એમિલી મેટલીસ જેવી હસ્તીઓ હાજર હતી. પ્રિયંકા આ ખાસ રમતગમતના કાર્યક્રમમાં ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં પહોંચી હતી, જેના ફોટા ઇન્ટરનેટ પર સામે આવ્યા છે. વિમ્બલ્ડન સાથે પ્રિયંકાનો જૂનો સંબંધ પ્રિયંકા ચોપરા માટે વિમ્બલ્ડન જવું કોઈ નવો અનુભવ નથી. તે પહેલા પણ આ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો ભાગ બનતી રહી છે. 2023માં તે નિક જોનાસ સાથે ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ એન્ડ ક્રોકેટ ક્લબ પહોંચી હતી, જ્યાં બંને રોયલ બોક્સમાં બેઠેલા જોવા મળ્યા હતા. પ્રિયંકાએ વર્ષ 2021માં પહેલીવાર એકલા વિમ્બલ્ડનમાં ભાગ લીધો હતો, જ્યારે તે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર ઓર્ડર કરતાં પહેલાં સાવધાન!:ખરાબ દૂધ-સડેલી વસ્તુ વેચ્યાનો આરોપ, ફરિયાદ પર ફક્ત 'રિફંડ' આપી હાથ ખંખેરતી કંપનીઓ પર FSSAI લાલચોળ; ખરાબ ફૂડની આ રીતે કરો ફરિયાદ
    Next Article
    અમદાવાદ અને સુરતમાં દાદાની ઉંમરના વૃદ્ધોનું બાળકીઓ સાથે અધમ કૃત્ય:રમાડવા-ખાવાની લાલચ આપી ઘરે બોલાવી, દીકરીઓની આપવીતીથી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment