Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીના 75 જિલ્લાઓમાં ભારે વરસાદ:11 નદીઓ ગાંડીતૂર; હિમાચલમાં ભૂસ્ખલન, 114 રસ્તાઓ બંધ; ઓડિશામાં પૂરથી 41 હજાર લોકો પ્રભાવિત

    8 hours ago

    યુપીમાં ચોમાસાના વરસાદને કારણે ગંગા, યમુના અને શારદા સહિત 11 નદીઓ છલકાઈ રહી છે. વારાણસીમાં 100થી વધુ નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. આજે રાજ્યના તમામ 75 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. મધ્યપ્રદેશમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યના પૂર્વીય ભાગો જબલપુર, રીવા, શહડોલ અને સાગર વિભાગમાં ચોમાસાની મજબૂત સિસ્ટમ સક્રિય છે. 12 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, રાજસ્થાનના જોધપુર, કોટા, ઉદયપુર, અજમેર અને બિકાનેર સહિત 18 જિલ્લામાં યલો એલર્ટ છે. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે બિલાસપુર-સોલન સરહદ નજીક ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયા બાદ 114 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 30 જૂને રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત અકસ્માતોમાં 78 લોકોના મોત થયા છે. બીજી તરફ, ઓડિશામાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે છ જિલ્લામાં પૂર આવ્યું છે. પ્રશાસને 41,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. પૂરની અસર બાલાસોર, મયુરભંજ, ભદ્રક, જાજપુર, સુંદરગઢ અને કેઓંઝર જિલ્લાના 429 ગામો પર પડી છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    હૃતિક રોશન અને સબા આઝાદે બ્રેકઅપ કરી લીધું?:સેલિબ્રિટી ડેટિંગ એપ પર એક્ટરની પ્રોફાઈલ વાયરલ, ઉર્વશી રૌતેલાએ પણ દાવો કર્યો હતો
    Next Article
    મોદીના ભાષણમાં છવાયા યુવાઓ:PMએ AI ટ્રેનિંગ, ફ્રી કોચિંગ, સસ્તો ડેટા અને સ્પોર્ટ્સ ટેલેન્ટ હંટ જેવી Gen Zને આપી ગિફ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment