Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીના ભાષણમાં છવાયા યુવાઓ:PMએ AI ટ્રેનિંગ, ફ્રી કોચિંગ, સસ્તો ડેટા અને સ્પોર્ટ્સ ટેલેન્ટ હંટ જેવી Gen Zને આપી ગિફ્ટ

    9 hours ago

    80મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન આ વખતે દેશની 'Gen-Z' (યુવા પેઢી), વિદ્યાર્થીઓ અને રિસર્ચરો પર સંપૂર્ણપણે કેન્દ્રિત જોવા મળ્યું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું કે ભારતને 'વિકસિત ભારત @2047' બનાવવાની ચાવી દેશના યુવાનો અને વિદ્યાર્થીઓના હાથમાં છે. શિક્ષણ, રિસર્ચ, ડિજિટલ કનેક્ટિવિટીથી લઈને વૈશ્વિક સ્તરની તકો સુધી, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી યુવાનો માટે એક મોટા વિઝનનો ખ્યાલ રજૂ કર્યો. જાણો લાલ કિલ્લાની પ્રાચીર પરથી Gen-Z અને વિદ્યાર્થીઓને મળેલી 5 મોટી ભેટો શું છે? ફ્રી કોચિંગ નેટવર્ક' અને ડિજિટલ લર્નિંગની મોટી ભેટ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારના યુવાનો માટે પીએમ મોદીએ એક ઐતિહાસિક જાહેરાત કરી. વડાપ્રધાને કહ્યું, 'અમે દેશમાં ફ્રી કોચિંગ આપવા માટે એક મોટું નેટવર્ક ઊભું કરીશું. અમારો લક્ષ્ય ગરીબમાં ગરીબ સુધી સારું શિક્ષણ પહોંચાડવાનો છે. યુવાનો માટે વિવિધ પરીક્ષાઓની ફ્રી ઓનલાઈન કોચિંગ અને ડિજિટલ તૈયારીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. આની શું અસર થશે? હવે દેશના નાના શહેરો અને ગામડાઓના હોશિયાર વિદ્યાર્થીઓને મોંઘી કોચિંગ ફીના કારણે પાછી પાની કરવી નહીં પડે. સરકાર એક એવું ડિજિટલ અને ઓન-ગ્રાઉન્ડ નેટવર્ક તૈયાર કરી રહી છે, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ટોપ ફેકલ્ટીઝ અને સ્ટડી મટિરિયલ મફત આપવામાં આવશે. રિસર્ચ અને ઇનોવેશન માટે ₹1 લાખ કરોડનું ફંડ ભારતને માત્ર ટેકનોલોજીનો ઉપભોક્તા બનાવવાને બદલે 'ગ્લોબલ ઇનોવેશન હબ' બનાવવા માટે પીએમ મોદીએ રિસર્ચ અને RD (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) અંગે એક મોટું વિઝન રજૂ કર્યું. પીએમ મોદીએ કહ્યું, 'અમે યુવાનોને રિસર્ચની નવી તકો આપી છે. ઇનોવેશન માટે એક લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવ્યું છે. અમારા પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સમાં 28 વર્ષની સરેરાશ ઉંમરના યુવાનોએ તેમના ટ્રાયલ સેટેલાઇટ લોન્ચ કરીને કમાલ કરી છે. દેશમાં આજે 2.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.' ભારતમાં જ મળશે ગ્લોબલ ડિગ્રી હવે વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોનારા Gen-Z માટે આ સૌથી મોટા સમાચાર છે. પીએમ મોદીએ જણાવ્યું કે દેશની શિક્ષણ સિસ્ટમનું સન્માન હવે આખી દુનિયામાં વધી રહ્યું છે. પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું કે 'દુનિયાની જાણીતી અને ટોપ વિદેશી યુનિવર્સિટીઓ પણ હવે ભારતમાં આવી રહી છે.' તેની અસર એ થશે કે ભારતીય વિદ્યાર્થીઓને હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ, રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ એક્સપોઝર મેળવવા માટે વિદેશ જઈને લાખો-કરોડો ખર્ચ કરવા પડશે નહીં અને તેઓ ભારતમાં રહીને જ ગ્લોબલ ડિગ્રી મેળવી શકશે. 650 નવી યુનિવર્સિટીઓ અને વધેલી મેડિકલ સીટો દેશની અંદર ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા એક દાયકામાં આવેલા ક્રાંતિકારી બદલાવોના આંકડા પણ પીએમ મોદીએ શેર કર્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, '10-12 વર્ષમાં દેશની અંદર 650 નવી યુનિવર્સિટીઓ ખુલી છે. દેશમાં મેડિકલની સીટો વધીને લગભગ 850 થઈ ગઈ છે, જ્યારે 2014 પહેલા આ આંકડો માત્ર 400ની આસપાસ હતો.' આ ઉપરાંત, પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે 2014 પછી દેશમાં યુવાનોના કૌશલ્ય (Skill Development)ને નિખારવા માટે વિશેષ નીતિઓ બનાવવામાં આવી. તેમણે જણાવ્યું કે 35 વર્ષના લાંબા સમય પછી લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિએ ગોખણપટ્ટીની પરંપરાને સમાપ્ત કરીને વ્યવહારિક જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે જ, ભારતમાં ઉપલબ્ધ વિશ્વનો સૌથી સસ્તો ઇન્ટરનેટ ડેટા આજે Gen-Z ને ઘરે બેઠા નવી કુશળતા શીખવા, સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા અને ડિજિટલ ઇકોનોમી સાથે જોડાવાની તક આપી રહ્યો છે. રમતોમાં વિશ્વ મંચ પર આગળ વધી રહ્યું છે ભારત આજે ભારત રમતગમતની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. ભારતનું રાષ્ટ્રગાન આજે વિશ્વના અનેક પોડિયમ પર સંભળાય છે. ટોપ્સ યોજનાએ ભારતીય ખેલાડીઓને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, રમતો માટે કોચિંગ, સ્પોર્ટ્સ મેડિસિન અને અન્ય સુવિધાઓના વિસ્તરણથી યુવાનો માટે રમતગમતના ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી થઈ છે. ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે. જ્યારે, 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની પણ ભારત કરવા જઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુપીના 75 જિલ્લાઓમાં ભારે વરસાદ:11 નદીઓ ગાંડીતૂર; હિમાચલમાં ભૂસ્ખલન, 114 રસ્તાઓ બંધ; ઓડિશામાં પૂરથી 41 હજાર લોકો પ્રભાવિત
    Next Article
    ભરૂચના મનુબરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી:પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી સલામી આપી, દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment