Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૃતિક રોશન અને સબા આઝાદે બ્રેકઅપ કરી લીધું?:સેલિબ્રિટી ડેટિંગ એપ પર એક્ટરની પ્રોફાઈલ વાયરલ, ઉર્વશી રૌતેલાએ પણ દાવો કર્યો હતો

    7 hours ago

    બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ ગણાતા હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદના બ્રેકઅપની અફવાઓ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હૃતિકના ડેટિંગ એપ 'રાયા' પરના પ્રોફાઇલના સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ આ મામલો ગરમાયો છે. વાયરલ સ્ક્રીનશોટમાં તેમના પ્રોફાઇલ બાયોમાં 'એક્ટર/પ્રોડ્યુસર/એન્ટરપ્રેન્યોર' લખેલું દેખાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે હૃતિક કે સબા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઉર્વશી રૌતેલાના નિવેદનથી અફવાઓ વધી તાજેતરમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તેણે સેલિબ્રિટી ડેટિંગ એપ 'રાયા' પર હૃતિક રોશન અને આદિત્ય રોય કપૂરના પ્રોફાઇલ જોયા હતા. જોકે, ઉર્વશીનું આ નિવેદન સીધી રીતે હૃતિકના રિલેશનશિપ સ્ટેટસ સાથે જોડાયેલું ન હતું, પરંતુ ચાહકો તેને હૃતિક અને સબાના બ્રેકઅપના સંકેત તરીકે જોઈ રહ્યા છે. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના અલગ થવાની ચર્ચા તેજ બની ગઈ છે. હૃતિક અને સબાએ બ્રેકઅપના સમાચારો પર મૌન સેવ્યું તમામ અટકળો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ છતાં, હૃતિક રોશન અને સબા આઝાદમાંથી કોઈએ પણ આ મુદ્દે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. હૃતિક પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને ઘણીવાર અંગત બાબતો પર બોલવાનું ટાળે છે. આ વખતે પણ બંને કલાકારો તરફથી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હૃતિક સબા કરતા 17 વર્ષ મોટો છે હૃતિક અને સબાના ડેટિંગની અફવાઓ ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ હતી. જ્યારે એક્ટર તેની સાથે ડિનર ડેટ પર સ્પોટ થયો હતો. બાદમાં સબા ઘણી વખત હૃતિકના પરિવાર સાથે જોવા મળી હતી. બંને કરણ જોહરના 50મા જન્મદિવસમાં પણ એકસાથે સામેલ થયા હતા. હૃતિક અને સબા વચ્ચે પૂરા 17 વર્ષનો તફાવત છે. હૃતિક 48 વર્ષનો છે, જ્યારે સબા માત્ર 31 વર્ષની છે. હૃતિક અને સુઝેનના છૂટાછેડા થઈ ગયા છે હૃતિકના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા. બંનેએ 2014માં એકબીજાથી છૂટાછેડા લઈ લીધા હતા. રેહાન અને રિદાન બંને સુઝેન અને ઋત્વિકના દીકરા છે. છૂટાછેડાના કેટલાક વર્ષો પછી, સુઝેને અર્સલાન ગોનીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: NL investigations, cognitive biases, and independent media
    Next Article
    યુપીના 75 જિલ્લાઓમાં ભારે વરસાદ:11 નદીઓ ગાંડીતૂર; હિમાચલમાં ભૂસ્ખલન, 114 રસ્તાઓ બંધ; ઓડિશામાં પૂરથી 41 હજાર લોકો પ્રભાવિત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment