Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાન શરૂ:744 બૂથ પર 0 થી 5 વર્ષના બાળકોને રસી અપાશે

    1 day ago

    પાટણ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો સામે સુરક્ષિત કરવા માટે ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં કુલ 744 પોલિયો બૂથ, મોબાઈલ ટીમો અને ટ્રાન્ઝિટ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પાટણ તાલુકામાં 138 બૂથ પર 28,000 થી વધુ બાળકોને રસી આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના રોગથી મુક્ત કરવાનો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 744 પોલિયો બૂથ પર વાલીઓ પોતાના બાળકોને રસી અપાવી શકશે. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારો, ઈંટોના ભઠ્ઠા અને બાંધકામ સાઇટો પરના શ્રમિકોના બાળકો સુધી પહોંચવા માટે વિશેષ મોબાઈલ ટીમોની રચના કરવામાં આવી છે. મુસાફરી કરતા પરિવારોના બાળકો રસીથી વંચિત ન રહી જાય તે માટે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અન્ય જાહેર સ્થળો પર ટ્રાન્ઝિટ ટીમો તૈનાત કરાઈ છે. આ સમગ્ર કામગીરીના સુચારુ સંચાલન માટે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. અભિયાનના પ્રથમ દિવસે (રવિવારે) જે બાળકો કોઈ કારણસર પોલિયો બૂથ સુધી પહોંચી શક્યા નથી અથવા રસી પીવાથી વંચિત રહી ગયા છે, તેમના માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અભિયાનના બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય કર્મચારીઓની વિશેષ ટીમો જિલ્લાના તમામ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલિયોની રસીના ટીપાં પાશે. પાટણ તાલુકામાં 0 થી 5 વર્ષના 28,000 થી વધુ બાળકોને પોલિયો મુક્ત કરવા માટે 138 પોલિયો બૂથ ઊભા કરાયા છે. પાટણ તાલુકા સેન્ટર ખાતે પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરીને આ અભિયાનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર નીતાબેન પટેલ, પૂર્વ કોર્પોરેટર મનોજભાઈ પટેલ, તાલુકા હેલ્થ અધિકારી અલકેશ સાહિલ, ડો. ચેતનાબેન પ્રજાપતિ સહિત આરોગ્ય વિભાગના સ્ટાફ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી તાલુકા કક્ષાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર દાનચોરી કેસમાં 8 આરોપીઓનાં ઘરે પોલીસનાં એકસાથે દરોડા:મુખ્ય આરોપી ટિન્નુનું ઘર બંધ, પડોશીઓની પણ પૂછપરછ કરાઈ
    Next Article
    ભીમ અગિયારસે જુગારીઓ સામે પોલીસનો સપાટો:4 દિવસમાં જિલ્લામાં 258 જુગારી ઝડપાયા, 10 ફરાર; પોલીસે 39 કેસમાં ₹ 6,92,630ની રોકડ રકમ કબજે કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment