Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીમ અગિયારસે જુગારીઓ સામે પોલીસનો સપાટો:4 દિવસમાં જિલ્લામાં 258 જુગારી ઝડપાયા, 10 ફરાર; પોલીસે 39 કેસમાં ₹ 6,92,630ની રોકડ રકમ કબજે કરી

    1 day ago

    ભીમ અગિયારસ પર્વને લઈને જુગારના શોખીનો દ્વારા પૈસા-પત્તાથી હાર જીતનો જુગાર રમતાં શખ્સોને ભાવનગર પોલીસે ઝડપી લોકઅપ હવાલે કર્યાં હતાં, જેમાં જિલ્લાના અલગ-અલગ ગામ અને શહેરમાંથી 39 કેસો કરી જુગાર રમતા 3 મહિલા સહિત 258 જેટલા શોખીન ઈસમો ને પોલીસની ઝપટે ચડી ગયા છે, જ્યારે 10 શખ્સો નાસી છૂટ્યા હતા, આ જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 6,92,630ના મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 4 દિવસમાં 258 જુગારી ઝડપાયા 24થી 27 જૂન સુધીમાં વરતેજ, પાલીતાણા ટાઉન, પાલીતાણા રૂલર તથા તળાજા, સિહોર, સોનગઠ, ઉમરાળા, વલ્લભીપુર તથા વેળાવદર ભાલ પોલીસ મથકના જુદા-જુદા ગામમાંથી 39 કેસો કરીને જુગાર રમતા 258 શખસોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસો પાસેથી કુલ રૂપિયા 6,92,630ની રોકડ રકમ કબજે કરી હતી. જુગારધારા હેઠળ ગુનો નોંધાયો રૂવાપરી રોડ મહાકાળી ચોક વસાહતનગર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 મહિલા સહિત 4 શખ્સોને રૂ.2000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ​ઝડપાયેલા શખસોમાં મયુર મકવાણા, લક્ષ્મીબેન ચૌહાણ, જીવુબેન જેઠવા તથા જીયાબેન મેર 3 મહિલા સહિત 4ને ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા-12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાન શરૂ:744 બૂથ પર 0 થી 5 વર્ષના બાળકોને રસી અપાશે
    Next Article
    Australian Man Arrested In Thailand After Teenager's Body Found In Suitcase

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment