Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના કોન્ટ્રાક્ટરના ક્રેડિટકાર્ડમાંથી ઓનલાઈન 74 હજાર ઉપડી ગયા:વીમો બંધ કરાવવાના બહાને APK ફાઇલ ડાઉનલોડ કરતા નાણાં ગુમાવ્યા

    2 days ago

    ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય કોન્ટ્રાક્ટર નિલેષ રાજાભાઈ સોલંકી સાથે ગત 10 એપ્રિલ 2026ના રોજ અજાણ્યા શખ્સે ક્રેડિટ કાર્ડનો વીમો બંધ કરવાનો દાવો કરીને વોટ્સએપ પર એક શંકાસ્પદ APK ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. આ ફાઈલ ઓપન થતાં જ તેમનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો અને ક્રેડિટ કાર્ડમાંથી કટકે-કટકે કુલ ₹74,189 ઉપડી ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે પીડિતે ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. વીમો બંધ કરાવવાની ખાતરી આપી APK ફાઈલ મોકલી બનાવની વિગતો અનુસાર, નિલેષભાઈનું બેંક ઓફ બરોડાનું ક્રેડિટ કાર્ડ તાજેતરમાં ગુમ થઈ ગયું હતું. આ કાર્ડ બ્લોક કરાવવા માટે તેમણે બેંકની એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ 10 એપ્રિલના રોજ તેમના પર એક અજાણ્યા મોબાઈલ નંબર (7367965144) પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ ક્રેડિટ કાર્ડમાં શરૂ થયેલો વીમો બંધ કરાવવાની ખાતરી આપી વોટ્સએપ પર એક મેસેજ અને APK ફાઈલ મોકલી હતી. ફાઈલ ઓપન કરી અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ઉપડી ગયા અજાણ્યા શખ્સના કહેવાથી નિલેષભાઈએ જેવી તે ફાઈલ ઓપન કરી, કે તરત જ સાયબર ઠગે તેમના ફોનનો કંટ્રોલ મેળવીને ફોન હેંગ કરી દીધો હતો અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં સેરવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બન્યાનું માલૂમ પડતાં જ તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ હાલમાં ઘોઘારોડ પોલીસે ફરિયાદીની અરજીના આધારે અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 319(2) તથા આઈટી એક્ટની કલમ 66(d) હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લોકઅપમાં વીડિયો બનાવી રોફ જમાવવો આરોપીને ભારે પડ્યો:વાઈરલ થતા શાહિદ ઉર્ફે 'રોબોટ'ની ધરપકડ કરી, પોલીસની સર્વિસથી આરોપી લંગડાતો લંગડાતો ચાલ્યો
    Next Article
    ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી:વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા શહેરમાં ચાર અલગ-અલગ ઝોન પાડીને રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી હાથ ધરાશે, રૂ. 24 કરોડના વિકાસ કાર્યો મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment