Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકઅપમાં વીડિયો બનાવી રોફ જમાવવો આરોપીને ભારે પડ્યો:વાઈરલ થતા શાહિદ ઉર્ફે 'રોબોટ'ની ધરપકડ કરી, પોલીસની સર્વિસથી આરોપી લંગડાતો લંગડાતો ચાલ્યો

    2 days ago

    અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વ તરીકે ઓળખાતા શાહિદ ઉર્ફે 'રોબોટ' નામના આરોપીએ લોકઅપની અંદરથી મોબાઈલનો ઉપયોગ કરીને વીડિયો બનાવ્યો હતો, જેમાં તે કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતો નજરે પડતો હતો. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. રોબોટ લોકઅપની અંદર બેસીને રોફ જમાવતો વાઇરલ થયેલા વીડિયોમાં આરોપી શાહિદ ઉર્ફે રોબોટ લોકઅપની અંદર બેસીને રોફ જમાવતા ગોળી લેતા તેમજ અપશબ્દો બોલીને પોલીસ તંત્ર અને કાયદા વ્યવસ્થા સામે ચેલેન્જ ફેંકતો હતો. લોકઅપની અંદરથી મોબાઈલ વાપરીને આશરે ₹1500નું બહારનું ભોજન મંગાવવાની વાતો કરતો હતો. પોલીસ સ્પષ્ટતા અને આકરી કાર્યવાહી શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એન. ચૌધરીના જણાવ્યા અનુસાર, આરોપીને તા. 7 જુલાઈએ મારામારીના એક કેસ સંદર્ભે લોકઅપમાં લાવવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, પાણી પીવા માટે લોકઅપ પાસે આવેલા એક માનસિક અસ્વસ્થ યુવકનો મોબાઈલ ફોન મેળવીને આરોપીએ વીડિયો શૂટ કર્યો હતો. ત્યારબાદ તે વીડિયો પોતાના મોબાઈલમાં મોકલી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં જ પોલીસે ગુનો નોંધી આરોપી શાહિદ ઉર્ફે રોબોટની ફરી ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની એવી સર્વિસ કરી હતી કે આરોપી સરખી રીતે ચાલી પણ શકતો નહતો. પોલીસ હાલ આ કેસમાં વધુ સઘન તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    India news highlights, 30 July 2026: Flash flood warning issued for 9 Arunachal districts
    Next Article
    ભાવનગરના કોન્ટ્રાક્ટરના ક્રેડિટકાર્ડમાંથી ઓનલાઈન 74 હજાર ઉપડી ગયા:વીમો બંધ કરાવવાના બહાને APK ફાઇલ ડાઉનલોડ કરતા નાણાં ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment