Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થરાદ-અમદાવાદ હાઈવેની જમીનમાં ‘બિનખેતી’નો ખેલ?:74 દસ્તાવેજો તપાસના રડારમાં, સંપાદન પહેલાં જમીનની કિંમત વધારવાના પ્રયાસ અંગે સરકાર સક્રિય

    8 hours ago

    થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન પહેલાં જ જમીનની કેટેગરી બદલીને સરકાર પાસેથી વધુ વળતર મેળવવાના પ્રયાસની શંકા વચ્ચે રજિસ્ટ્રેશન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. નોધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા થરાદના તત્કાલીન સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીની ફરજ દરમિયાન નોંધાયેલા 74 દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. હાલ આર.સી. રબારી સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1, અમદાવાદ-11 (અસલાલી) તરીકે ફરજ બજાવે છે. જોકે, વિભાગના 30 સપ્ટેમ્બર, 2026ના પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંબંધિત દસ્તાવેજો તેમની થરાદ, જિલ્લા બનાસકાંઠા ખાતેની અગાઉની ફરજ દરમિયાન નોંધાયા હતા. 74 દસ્તાવેજોમાં જમીન બિનખેતી તરીકે દર્શાવાઈ પત્ર મુજબ, વર્ષ 2021થી 2025 દરમિયાન નોંધાયેલા કુલ 74 દસ્તાવેજોમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળના થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે સંભવિત રીતે સંપાદિત થનારી જમીનનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજોમાં કેટલીક જમીન બિનખેતી થયેલી હોય તે પહેલાં જ બિનખેતી જમીન તરીકે દર્શાવી દસ્તાવેજો નોંધાયા હોવાની બાબત સામે આવી છે. કેટલાક કિસ્સામાં બિનખેતીના પૂરતા પુરાવા તેમજ માલિકીના આધાર પુરાવા લીધા વગર દસ્તાવેજ નોંધાયા હોવાની નોંધ પણ કરવામાં આવી છે. મૂલ્યાંકન કિંમત કરતાં ઊંચા ભાવે વેચાણની શંકા તપાસમાં એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે કેટલાક દસ્તાવેજોમાં જમીનનું વેચાણ મૂલ્યાંકન કિંમત કરતાં ઘણી ઊંચી કિંમતે થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. જો આવી જમીનને બિનખેતી જમીન તરીકે સંપાદિત કરવામાં આવે તો સરકારને વધુ વળતર ચૂકવવું પડી શકે છે. એટલે સરકારની તિજોરી પર વધારાનો બોજ ન આવે તે માટે સમગ્ર મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો છે. RTGSની વિગતો પણ દસ્તાવેજમાં નથી પત્રમાં જણાવ્યા પ્રમાણે, કેટલીક વેચાણ રકમ RTGSથી મળ્યાનું જણાવાયું છે, પરંતુ તેના આધારે કઈ તારીખે, કયા ખાતામાં અને કેટલી રકમ ટ્રાન્સફર થઈ તેની વિગતોનો કોઈ આધાર દસ્તાવેજોમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ બાબત પણ તપાસ હેઠળ છે. 3(A) નોટિફિકેશન પહેલાં જમીન કન્વર્ઝન રોકવા સૂચના NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટરના પત્રનો ઉલ્લેખ કરતાં રજિસ્ટ્રેશન વિભાગે ચેતવણી આપી છે કે પ્રોજેક્ટના GPS પિલર અને TBM લગાવ્યા બાદ જાહેર જનતાને હાઈવેના એલાઇનમેન્ટની જાણ થઈ શકે છે. ત્યારબાદ 3(A) ગેઝેટ નોટિફિકેશન પ્રસિદ્ધ થાય તે પહેલાં જમીનને ખેતીમાંથી બિનખેતી/કોમર્શિયલમાં ફેરવવાનો પ્રયાસ થઈ શકે છે. આથી સંબંધિત SDM (પ્રસ્તાવિત CALA) અને રજિસ્ટ્રારોને આવી જમીનનું કન્વર્ઝન/ડાયવર્ઝન મંજૂર ન કરવા સૂચના આપવા જણાવાયું છે. સરકારને ભારે વળતર ચૂકવવું ન પડે તે માટે કવાયત NHAIના કન્સલ્ટન્ટે પણ સરકારને જણાવ્યું હતું કે 3(A) ગેઝેટ નોટિફિકેશન પ્રસિદ્ધ થવામાં સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન જમીનની સ્થિતિ બદલાઈ જાય તો જમીન સંપાદન ખર્ચમાં અસામાન્ય વધારો થઈ શકે છે. આથી હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે થરાદના તત્કાલીન સબ રજિસ્ટ્રારની કચેરીમાં નોંધાયેલા આ 74 દસ્તાવેજોમાં જમીનની સ્થિતિ બદલીને ભવિષ્યમાં વધુ વળતર મેળવવાની કોઈ ગોઠવણ થઈ હતી કે કેમ.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના વકીલો આજે હડતાળ પર:ગુજરાત ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં વડોદરા વકીલ મંડળ આજે કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા, કાયદો પરત ખેંચવાની માંગ સાથે સરકારને રજૂઆત
    Next Article
    પાલનપુરમાં રોજગાર મેળામાં 573 ઉમેદવારને નોકરીની ઓફર મળી:ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના મેળામાં 24 કંપની હાજર રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment