Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના વકીલો આજે હડતાળ પર:ગુજરાત ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં વડોદરા વકીલ મંડળ આજે કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા, કાયદો પરત ખેંચવાની માંગ સાથે સરકારને રજૂઆત

    7 hours ago

    ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘ગુજરાત ભાડા અધિનિયમ-2026’ના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે વડોદરા વકીલ મંડળના વકીલો તમામ પ્રકારની કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા છે અને કાયદાનો વિરોધ કર્યો છે. ગુજરાત ભાડા વિધેયક-2026માં ભાડાની મિલકતો માટે લેખિત કરાર ફરજિયાત કરવાની, ભાડા સત્તાધિકારી અને રેન્ટ કોર્ટ જેવી વ્યવસ્થા ઊભી કરવાની તેમજ સિક્યોરિટી ડિપોઝિટને ત્રણ મહિનાના ભાડા સુધી મર્યાદિત કરવાની સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયક ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયાના અહેવાલો છે. જોકે, વડોદરા વકીલ મંડળ દ્વારા આ કાયદાની કેટલીક જોગવાઈઓ અને તેની અમલવારી અંગે ગંભીર વાંધા વ્યક્ત કરવામાં આવ્યા છે. વકીલ મંડળના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો વચ્ચે આ પ્રકારની નવી વ્યવસ્થા ઊભી થવાથી ભ્રષ્ટાચારને વધુ વેગ મળવાની આશંકા છે. વકીલ મંડળે કાયદાને ‘કાળો કાયદો’ ગણાવી તેને પરત ખેંચવાની માંગ કરી છે. આ મામલે વડોદરા વકીલ મંડળ દ્વારા મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી તેમજ રાજ્યપાલને પત્ર લખીને પોતાની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સાથે જ કાયદો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વકીલ મંડળે વધુમાં જણાવ્યું છે કે જો સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં વડોદરા સહિત ગુજરાતના અન્ય વકીલ મંડળો સાથે મળીને અચોક્કસ મુદતની હડતાળ અને વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી શકે છે. હવે વડોદરા વકીલ મંડળના વિરોધ બાદ સરકાર દ્વારા આ માંગણીઓ અંગે શું પ્રતિસાદ આપવામાં આવે છે અને આગામી દિવસોમાં આ મુદ્દે કાયદાકીય તથા વહીવટી સ્તરે શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    માનકુવામાં લાઇસન્સ વિના દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો:પશ્ચિમ કચ્છ LCBએ ઢોરી ગામના કમાલ સુમરાને પકડ્યો, વધુ તપાસ ચાલુ
    Next Article
    થરાદ-અમદાવાદ હાઈવેની જમીનમાં ‘બિનખેતી’નો ખેલ?:74 દસ્તાવેજો તપાસના રડારમાં, સંપાદન પહેલાં જમીનની કિંમત વધારવાના પ્રયાસ અંગે સરકાર સક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment