Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીના હસ્તે 738 કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ:ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા

    16 hours ago

    રૂ.738.09 કરોડના 79 વિકાસકામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂ.33 કરોડના ખર્ચે બનેલી નવી કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ મનપાના રૂ. 621.63 કરોડના 30 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારી રહ્યા છે ત્યારે તેના વરદ હસ્તે જિલ્લાના જુદા જુદા રૂ. 738.09 કરોડના કુલ 79 વિવિધ વિકાસલક્ષી કામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, તેમાં સૌપ્રથમ નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે બાદ શહેર ના સરદારનગર ખાતે આવેલ ઓડિટોરિયમ હોલ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના રૂ.621.63 કરોડના કામો, માર્ગ અને મકાન વિભાગના કામો તેમજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના વિવિધ કામોનો ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ યુનિવર્સિટી ખાતે યુવા સાથે સવાંદ કાર્યકમ યોજાશે, અને ત્યારબાદ શિપિંગ સાથે બેઠક કરશે... ભાવનગર શહેરમાં આવતીકાલે તા.25 ને શુક્રવારના રોજ મુખ્યમંત્રી નવી 33 કરોડ ના ખર્ચે બનેલી જિલ્લા કલેકટર કચેરીનું લોકાર્પણ કરશે, તેમજ આ ઉપરાંત શહેરના સરદારનગર ખાતે આવેલ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મહાપાલિકાના 621.63 કરોડના 30 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, જેમાં 26 કામ ખાતમુહૂર્ત અને 4 કામ લોકાર્પણના કરશે, તેમજ કાર્યક્રમમાં શહેરના જુદા જુદા વોર્ડમાં પેવર રોડ, આરસીસી રોડ, પેવર બ્લોક, અધેવાડા ટીપી સ્કીમ નં.7 એફ.પી. ન.61 માં સિવિક સેન્ટર બનાવવાનું કામ, અધેવાડા ટીપી સ્કીમ નો નં.10, એફપી નં.33 માં રીડિંગ લાઇબ્રેરી બનાવવાનું કામ, આણંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં સિવિક સેન્ટર બનાવવાનું કામ, અધેવાડા ગામ પાસે માલેશ્રી નદી પર માઇનોર બ્રિજ બનાવવાનું કામ, ઘોઘાસર્કલ અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર ફોરલેન બ્રિજ બનાવવાનું કામ સહિતના કામોનો સમાવેશ થાય છે, મહાપાલિકાના 4 કામના લોકાર્પણ છે, જેમાં રુવા ટીપીએસ માં ઈએસઆર તથા એસયુએમપી બનાવવાનું કામ, આનંદનગરમાં ઈએસઆર તથા એસયુએમપી બનાવવાનું કામ, તેમજ આનંદનગર ઈએસઆર આધારિત નેટવર્ક અપગ્રેડેશન કરવાનું કામ, 2489 EWS-1 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી સ્કીમ ન.3 રુવા ફાળવણી પ્લોટ નં.98 ખાતે 105 આવાસ ના બાંધકામ વગેરે કામોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત તેમજ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના 13.19 કરોડના ખર્ચે નિર્મિત કામનું લોકાર્પણ, તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂપિયા 57.03 કરોડના 46 કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીના 13.24 કરોડના કામના ખાતમુહૂર્ત કરશે, આમ, ભાવનગર જિલ્લાના કુલ 79 કામો ના રૂ.738.09 કરોડ ના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે...
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં ભારતને 2 મિનિટમાં ગોલ્ડ-સિલ્વર:બંને મેડલ શૂટિંગમાં; સ્ક્વોશ, કબડ્ડી અને ટેબલ ટેનિસમાં પણ મેડલ પાક્કા
    Next Article
    મહેસાણા મનપાનો લોકહિતલક્ષી નિર્ણય:આજે અને 1ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ; એડવાન્સ મિલકત વેરા પર વિશેષ 11% રિબેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment