Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા મનપાનો લોકહિતલક્ષી નિર્ણય:આજે અને 1ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ; એડવાન્સ મિલકત વેરા પર વિશેષ 11% રિબેટ

    16 hours ago

    ગુજરાત સરકારના પ્રજાભિમુખ વહીવટના ભાગરૂપે 12મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટે બે અલગ-અલગ તારીખોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ સ્થળેથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાની સાથે ડિજિટલ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન એડવાન્સ મિલકત વેરા પર કુલ 11% વિશેષ રિબેટ આપવાની પણ જાહેરાત કરાઈ છે. સેવા સેતુ કાર્યક્રમનું સ્થળ અને સમય મહેસાણા શહેરમાં પ્રથમ કેમ્પ 25 સપ્ટેમ્બર, 2026ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જનસુવિધા કેન્દ્ર (ટી.બી. હોસ્પિટલ રોડ, મહેસાણા-2) અને બીજો કેમ્પ 1 ઓક્ટોબર, 2026ના રોજ માનવ ધર્મ આશ્રમ (માનવ આશ્રમ ચોકડી, મહેસાણા-1) ખાતે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. સ્થળ પર જ મળશે સરકારી સેવાઓનો લાભ આ કેમ્પ દરમિયાન નાગરિકોને સ્થળ પર જ આધાર કાર્ડ સંબંધિત કામગીરી, મેડિકલ ચેકઅપ, આવકના દાખલા, વૃદ્ધ પેન્શન સહાય, વિધવા પેન્શન સહાય, જન્મ પ્રમાણપત્ર અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહિતની અનેક લોકઉપયોગી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓનલાઇન એડવાન્સ મિલકત વેરા પર વિશેષ રિબેટ મનપા દ્વારા સામાન્ય રીતે એડવાન્સ મિલકત વેરા પર 10% રિબેટ આપવામાં આવે છે. જોકે સેવા સેતુના દિવસે મનપાની સત્તાવાર વેબસાઇટ કે મોબાઇલ એપ મારફતે ડિજિટલ પેમેન્ટ કરનાર પાત્ર મિલકતધારકોને વધુ 1% ઉમેરીને કુલ 11% રિબેટનો લાભ મળશે. મેયર સોનલ ઓઝાએ નાગરિકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીના હસ્તે 738 કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ:ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા
    Next Article
    'જલેબીને ફાફડા ગણપતિ છે આપડા, અગલે બરસ તું જલદી આના':સુરતમાં 20થી 28 ફૂટ ઉંચાઈની મૂર્તિઓની વિસર્જન યાત્રામાં ફોટોગ્રાફીનો ક્રેઝ, રાજ્યભરમાં ગણેશ વિસર્જન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment