Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં દર વર્ષે કેન્સરના 73 હજારથી વધુ નવા કેસ:અમદાવાદમાં GIOS 2026 નેશનલ કોન્ફરન્સનું આયોજન, દેશભરના એક્સપર્ટ્સ ભેગા થયા

    11 hours ago

    ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં જઠરાંત્રિય એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ (GI) કેન્સરના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ રોગના વહેલા નિદાન અને તેની અત્યાધુનિક સારવાર પદ્ધતિઓ અંગે મંથન કરવા માટે અમદાવાદ ખાતે 'GIOS 2026' નેશનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઓન્કોલોજી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે 19 અને 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશભરમાંથી સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ્સ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ્સ તેમજ રિસર્ચર્સ એક મંચ પર ઉપસ્થિત રહ્યા છે. દેશમાં નોંધાતા કેન્સરના 20% કેસ GI કેન્સરના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR-NCRP) ના સત્તાવાર આંકડા અનુસાર ગુજરાતમાં વર્ષ 2020માં કેન્સરના 69,660 નવા કેસ નોંધાયા હતા, જે વર્ષ 2022 માં વધીને 73,382 થઈ ગયા હતા. સમગ્ર ભારતમાં વર્ષ 2022 દરમિયાન કેન્સરના 14.13 લાખ નવા કેસ અને 9.17 લાખ મૃત્યુ નોંધાયા હતા. આંકડા દર્શાવે છે કે કુલ કેન્સર કેસોમાં GI કેન્સરનો હિસ્સો 19 થી 20 ટકા જેટલો મોટો છે. ગુજરાતમાં પણ કુલ કેસોમાંથી 15 થી 20 ટકા દર્દીઓ GI કેન્સરથી પીડાય છે, જેમાં મુખ્યત્વે અન્નનળી, મોટા આંતરડા (કોલોન), મળાશય (રેક્ટમ) અને પિત્તાશયના કેન્સરનો સમાવેશ થાય છે. શરૂઆતના લક્ષણો સ્પષ્ટ ન હોવાથી સ્ટેજ-3 કે 4માં નિદાન GIOS 2026 કોન્ફરન્સ દરમિયાન વહેલા તબક્કે નિદાન, પ્રિસિઝન ઓન્કોલોજી અને મલ્ટિ-ડિસિપ્લિનરી એટલે કે વિવિધ વિભાગોના તબીબોના સંકલનથી અપાતી સારવાર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તબીબી નિષ્ણાતોના મતે, GI કેન્સરના પ્રારંભિક લક્ષણો સામાન્ય હોવાથી દર્દીઓ તેને અવગણે છે અને પરિણામે તેઓ સ્ટેજ-3 અથવા સ્ટેજ-4 જેવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચતા હોય છે. આવા જટિલ કેસોમાં રોબોટિક સર્જરી, HIPEC (હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરીટોનિયલ કેમોથેરાપી), લક્ષિત રેડિયેશન અને અત્યાધુનિક ઇમ્યુનોથેરાપી દર્દીઓ માટે અત્યંત કારગર સાબિત થઈ રહી છે. દરેક દર્દી માટે વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાનિંગ અનિવાર્ય સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD અને CEO સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દ્વારા દેશભરના શ્રેષ્ઠ નિષ્ણાતોને એક મંચ આપી કેન્સર સારવારમાં નવીનતમ ટેક્નોલોજીના આદાન-પ્રદાનનો સાર્થક પ્રયાસ કરાયો છે. જ્યારે GIOS 2026ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને રેડિયેશન ઓન્કોલોજીના ગ્રુપ ડિરેક્ટર ડૉ. પૂજા નંદવાણી પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, GI કેન્સર દરેક દર્દીમાં તેના શરીરના અંગ અને જૈવિક ગુણધર્મો મુજબ અલગ વર્તણૂક ધરાવે છે. તેથી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળીને વ્યક્તિગત સારવારની વ્યૂહરચના ઘડે તો દર્દીના જીવનધોરણમાં મોટો સુધારો લાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં મીની ટ્રકમાંથી શંકાસ્પદ માસ ઝડપાયું:વાવોલ પાસે મીની ટ્રકનો અકસ્માત, જવાબદારો સામે ગુનો નોંધવાની ગૌરક્ષકોની માંગ
    Next Article
    માતા-પુત્રની યુવતી સાથે લાખોની ઠગાઈ:સેટેલાઈટમાં યુવતી પાસે ધંધો કરવાનું કહીં આરોપીઓએ 35 લાખ લઈને પરત ન આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment