Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ચોમાસાની ઋતુને પગલે આરોગ્ય તંત્ર સજ્જ:73 સરકારી, 101 ખાનગી હોસ્પિટલોને જોડતું આરોગ્ય નેટવર્ક સક્રિય, 1990 આશા વર્કરો એલર્ટ

    21 hours ago

    ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને ચેપી રોગચાળાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રએ વ્યાપક એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. જિલ્લામાં 73 સરકારી અને 101 ખાનગી હોસ્પિટલોને જોડતું આરોગ્ય નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, છ તાલુકાઓમાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરી આપત્તિ સમયે તાત્કાલિક સારવાર અને દર્દીઓના સ્થળાંતરની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિતની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રાખવામાં આવી છે. છ તાલુકામાં રચાયેલી રેપિડ રિસ્પોન્સ ટીમમાં મેડિકલ ઓફિસર, ફિમેલ અને મેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર અને ડ્રાઇવર સહિત કુલ 76 કર્મચારીઓની ફાળવણી કરાઈ છે. દરેક ટીમને જરૂરી દવાઓ, ફર્સ્ટ એઇડ કિટ અને સંચાર સાધનોથી સજ્જ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય પરિસ્થિતિ પર નજર રાખવા માટે આશરે 1990 આશા વર્કરોને જવાબદારી સોંપવામાં આવી છે. કોઈપણ આપત્તિ કે રોગચાળાની માહિતી સૌથી પહેલાં આશા વર્કર દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અથવા મેડિકલ ઓફિસરને પહોંચાડવામાં આવશે, ત્યારબાદ જિલ્લા કક્ષાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાશે. આપત્તિ સમયે સારવાર માટે એન્ટિબાયોટિક્સ, પીડા નિવારક દવાઓ, આઈવી ફ્લુઇડ્સ, ડ્રેસિંગ સામગ્રી સહિતની જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. જિલ્લામાં 70 ‘108’ ઇમરજન્સી એમ્બ્યુલન્સ, 11 આરોગ્ય સંજીવની વાન, 6 ધન્વંતરી રથ અને 3 શ્રમજીવી રથ ઉપરાંત પીએચસી અને જિલ્લા કક્ષાના 24 વાહનો પણ સેવામાં રહેશે. તમામ વાહનોમાં ઓક્સિજન, ઇમરજન્સી મેડિકલ કિટ અને તાલીમબદ્ધ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. સરકારી આરોગ્ય સંસ્થાઓમાં 112 મેડિકલ ઓફિસર, 1750 બેડ, 639 સ્ટાફ નર્સ, 335 ઓક્સિજન સિલિન્ડર અને 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા ઉપલબ્ધ છે. બીજી તરફ, જિલ્લામાં આવેલી 101 ખાનગી હોસ્પિટલોમાં 269 મેડિકલ ઓફિસર, 372 કન્સલ્ટન્ટ, 3236 સામાન્ય બેડ, 400 આઈસીયુ બેડ, 1762 સ્ટાફ નર્સ, 222 વેન્ટિલેટર તેમજ પૂરતી ઓક્સિજન સુવિધા ઉપલબ્ધ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ચોમાસા દરમિયાન પ્રસૂતિની સંભવિત તારીખ નજીક હોય તેવી સગર્ભા મહિલાઓનું વિશેષ મોનિટરિંગ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ અગ્રતા ધોરણે હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા રહેશે. ઉપરાંત, દર્દીઓનો ભાર વધે તેવી સ્થિતિમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના ડોક્ટરો તેમજ ખાનગી હોસ્પિટલો સાથે સંકલન કરી આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવાની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બુટલેગર આરોપી સામે કોર્ટનું સખ્ત વલણ:રેસકોર્સમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા આફ્રીકાનો હસન ઝડપાયો, મારામારી સહિતના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
    Next Article
    બોટાદમાં યુવકની હત્યા કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા:ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે સમાધાન બેઠક લોહિયાળ બની, હરપાલ ખાચરને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment