Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં યુવકની હત્યા કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા:ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે સમાધાન બેઠક લોહિયાળ બની, હરપાલ ખાચરને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો હતો

    20 hours ago

    બોટાદના ખસ રોડ પર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટના મુદ્દે થયેલી સમાધાન બેઠક લોહિયાળ બની હતી. છરીના હુમલામાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. બોટાદ પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ સગીર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટને લઈને શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો હતો. સમાધાન માટે બોટાદના ખસ રોડ પર ગયેલા યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. બોટાદના સિદ્ધરાજભાઈ મહેશભાઈ માલા અને ખસ ગામના એક યુવક વચ્ચે ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે રકઝક ચાલી રહી હતી. આ વિવાદના સમાધાન માટે ગત 9 જુલાઈના રોજ સત્યરાજભાઈ બોરીચા, હરપાલભાઈ ખાચર અને અક્ષયભાઈ ખાચર બોટાદ શહેરના ખસ રોડ પર સરદાર એગ્રો પાસે પહોંચ્યા હતા. ત્યાં એક સગીર સહિત પાંચ જેટલા શખ્સો હાજર હતા. વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. એક શખ્સે હરપાલભાઈ ખાચરને છાતીમાં છરીનો ઘા ઝીંક્યો હતો. તેમને બચાવવા વચ્ચે પડેલા અક્ષયભાઈ અને સત્યરાજભાઈ પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હરપાલભાઈનું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ સત્યરાજભાઈ બોરીચાની ફરિયાદના આધારે બોટાદ પોલીસ સ્ટેશનમાં એક સગીર સહિત પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ખસ ગામના ત્રણ સગીરોને ઝડપી પાડી રાજકોટ જુવેનાઇલ હોમમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત, મયુરસિંહ કિરીટસિંહ દાયમા અને જસપાલસિંહ મહોબતસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બોટાદના DySP મહર્ષિ રાવલે આ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ચોમાસાની ઋતુને પગલે આરોગ્ય તંત્ર સજ્જ:73 સરકારી, 101 ખાનગી હોસ્પિટલોને જોડતું આરોગ્ય નેટવર્ક સક્રિય, 1990 આશા વર્કરો એલર્ટ
    Next Article
    After ICC's Rule Change, India vs Pak Can Happen 3 Times In Cricket World Cup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment