Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શાળાના 720 વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ:ગાયત્રી પરિવાર દ્વારા 'સફળ જીવનની દિશાધારા'નું વિતરણ

    2 days ago

    નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને વી. આર. પટેલ ઉ.મા. શાળાના ધોરણ 11 અને 12 ના 720 વિદ્યાર્થીઓને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા. આ 'વિચાર ક્રાંતિ અભિયાન' અંતર્ગત પંડિત રામશર્મા આચાર્ય દ્વારા રચિત "સફળ જીવનની દિશાધારા" પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ પાટણના કાર્યકર્તાઓ શિવરામભાઈ પટેલ અને મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પુસ્તકમાં આપેલા દિશા સૂચક વિચારો અપનાવવા અને અન્યોને પ્રેરણા આપવા માટે એક સુંદર વ્યાખ્યાન માળાનું આયોજન કર્યું હતું. શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ સોઢાએ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી વાતો ઉપરાંત શિસ્ત, સંસ્કાર, સ્વાભિમાન, વ્યસનમુક્તિ અને આરોગ્યલક્ષી ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કેમ્પસના કેન્દ્ર સંચાલક અને નવચાર વિચારોના પ્રેરક ડૉ. જય ધ્રુવ સાહેબે પુસ્તકની સરાહના કરતા ગાયત્રી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બાળકોને આ પુસ્તકના વાંચન બાદ અવશ્ય સમીક્ષા કરવા અને આત્મચિંતન કરવા આહ્વાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચાર શહેરોની મનપા કચેરીને ઉડાવી દેવાની ધમકી:ખાલિસ્તાન નેશનલ આર્મીએ કર્યો મેઈલ, વધુ એક યુવક બન્યો સિંહનો શિકાર ,CA દંપતીએ સગાસંબંધીઓનું ફૂલેકું ફેરવ્ચું
    Next Article
    પ્રાથમિક શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ:જામનગરમાં શિક્ષકોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment