Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    72 અરજીમાં 8.45 કરોડની ઈમ્પેક્ટ ફી ભરાઈ:શેલા, ઘુમા, સનાથલ સહિતના વિસ્તારમાં 1 વર્ષમાં 82 રહેણાકને ઔડાની BU મળી

    2 सप्ताह पहले

    છેલ્લા એક વર્ષમાં ઔડા દ્વારા શેલા, સનાથલ, ગોધાવી, ઘુમાં, સાણંદ, કલોલ સહિતના વિસ્તારોમાં 82 નવા બનેલ બિલ્ડિંગોને બીયું પરમિશન આપવામા આવી હતી. જેમાં રહેણાંકના 54, કોર્મશિયલના 10 અને મિક્સ ઉપયોગના 8 બિલ્ડિંગોને મંજૂરી અપાઈ. સરકારના ધારાધોરણ અને જીડીસીઆરના નિયમો પ્રમાણે જે બિલ્ડિંગોમાં આ તમામ પ્રકારની સુવિધા હોય તેઓને જ બીયુ મળે છે. એક અરજીમાં ટેક્નિકલ કારણોસર ધારાધોરણ પૂર્ણ ન કરવાના કારણે તેને નામંજૂર કરાઈ હતી. જ્યારે 72 અરજીમાં અંતિમ નિર્ણય આપી ઇમ્પેક્ટ ફીની રકમ પણ ભરી દેવાતા ઔડાને 8.45 કરોડની આવક થઇ છે. ઔડાના ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીએ જણાવ્યું કે જે પ્રોજેક્ટમાં બીયું પરમીશન અપાય છે તે બધામાં સ્થળ તપાસ વગર કોઇપણ પ્રકારની મંજૂરી આપવામા આવતી નથી. આ ઉપરાંત જ્યાં ફાયર એનઓસી નથી તે જગ્યાએ પણ નિયમિત સમયાંતરે તપાસ કરીને કારણદર્શક નોટિસ આપવામાં આવતી હોય છે. જોકે છેલ્લા બે વર્ષમાં આવા એકપણ પ્રકારના કેસમાં ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડીંગને સીલ કરાયા નથી, મોટાભાગે લોકો નોટિસ મળ્યા બાદ જ ફાયર એનઓસી લઇ લેતા હોય છે. બીયુ વખતે ટાઉન પ્લાનિંગ અધિકારીની અધ્યક્ષતામાં સ્થળ તપાસ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    શિરડીથી દર્શન કરી પરત ફરતાં સુરતી પરિવારની અર્ટિગા પલટી:સાપુતારા ટેબલ પોઈન્ટ પર ચઢાણ દરમિયાન રિવર્સમાં આવી કાર પલટી, 7 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ
    Next Article
    કર્મચારીની બદલી:કચ્છ સજાનો જિલ્લો? વિસનગરના બેદરકાર કર્મચારીની રાપર બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment