Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્મચારીની બદલી:કચ્છ સજાનો જિલ્લો? વિસનગરના બેદરકાર કર્મચારીની રાપર બદલી

    2 सप्ताह पहले

    એક તરફ રાજ્ય સરકાર દાવા કરે છે કે કચ્છ હવે પછાત નથી, પણ રણપ્રદેશમાંથી વિકસિત જિલ્લો બની ચૂક્યો છે. પરંતુ વધુ એક વરવો અને જીવતો-જાગતો પુરાવો સરકારે પોતે જ આપ્યો છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો હોવા છતાં ગરીબ દર્દીઓને દવા ન આપનાર જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની સજા રૂપે કચ્છમાં બદલી કરી છે ! આરોગ્ય મંત્રી સુધી ફરિયાદો પહોંચતા 16 મેના રોજ આ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના બદલે સજાના ભાગરૂપે કચ્છના રાપરની સરકારી હોસ્પિટલમાં બદલી કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકારના મતે કચ્છ આજે પણ માત્ર સજા ભોગવવાનું કેન્દ્ર જ છે. અહીં સવાલ એ થાય છે કે, જે કર્મચારી વિસનગરમાં દર્દીઓ પ્રત્યે લાપરવાહ હતો, તે રાપર જેવા અંતરિયાળ વિસ્તારના દર્દીઓ સાથે ન્યાય કરશે તેની શું ખાતરી ? અગાઉ કચ્છના પ્રભારી મંત્રી રહી ચૂકેલા પ્રફુલ્લ પાનસુરીયા જેવા નેતાઓ પણ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં, આવા બેદરકાર તત્વોને સજા આપવા માટે કચ્છની ધરતી પર ધકેલી દે છે. આ નિર્ણયથી સાબિત થાય છે કે, ભલે સત્તાધીશો વિકાસના ગમે તેટલા ઢંઢેરા પીટે, પણ ગાંધીનગરના બેઠેલા શાસકોની માનસિકતામાં કચ્છ આજે પણ સજાનો જિલ્લો’જ છે.
    Click here to Read More
    Previous Article
    72 અરજીમાં 8.45 કરોડની ઈમ્પેક્ટ ફી ભરાઈ:શેલા, ઘુમા, સનાથલ સહિતના વિસ્તારમાં 1 વર્ષમાં 82 રહેણાકને ઔડાની BU મળી
    Next Article
    Ahmedabad Crime News | અમદાવાદમાં સ્ટેટ GST એ 100kg ચાંદીનો જથ્થો પકડી પાડ્યો | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment