Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલ પોલીસે 72 હજાર બોટલ દારૂ ભરેલી ટ્રક પકડી:સોયલ ટોલનાકા પાસેથી રૂ. 82.05 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ; ત્રણ વોન્ટેડ

    17 hours ago

    જામનગર જિલ્લાના સોયલ ટોલનાકા પાસે ધ્રોલ પોલીસે 72 હજાર બોટલ વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી છે. દારૂ અને ટ્રક સહિત રૂ. 82,05,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકચાલકની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર બે અને મોકલનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજકોટ તરફથી ટ્રકમાં દારૂનો જથ્થો જામનગર લઈ જવાતો હોવાની બાતમી મળતાં પોલીસે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક રોકીને તપાસતાં તેમાં વિદેશી દારૂની 1,500 પેટી મળી હતી. દરેક પેટીમાં નાની બોટલો હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 72 લાખ છે. ટાટા કંપનીના ટ્રક નંબર GJ-25-U-8811ની કિંમત રૂ. 10 લાખ છે. પોલીસે રૂ. 5,000નો એક મોબાઇલ ફોન અને રૂ. 500ની બે તાડપત્રી તથા દોરડું પણ જપ્ત કર્યું છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 82,05,500 છે. પોલીસે ટ્રકચાલક ભગીરથ ઉર્ફે ભગો નાથાભાઈ કટારા (23), રહે. બાવળવાવ ગામ, પોરબંદરની ધરપકડ કરી છે. દારૂ મંગાવનાર આલાભાઈ ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતર, બંને રહે. રાણપર, ભાણવડ, દેવભૂમિ દ્વારકા, વોન્ટેડ છે. દારૂ મોકલનાર રાજુભાઈ મારવાડી, રહે. ભીલવાડા, રાજસ્થાનને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. દારૂના જથ્થા અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો:83,450 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 150 પોઈન્ટ ગગડ્યો; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ વેચવાલી
    Next Article
    વલસાડમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ:વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ગરમ કપડાં પહેરીને નીકળ્યા, બપોરે તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment