Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં રખડતા ઢોર સામે પાલિકાની કડક કાર્યવાહી:35થી વધુ ઢોર ડીટેઇન કરાયા; નિયત સમયમાં ન છોડાવનાર ઢોર પાંજરાપોળ મોકલાશે

    1 week ago

    રાજપીપલા શહેરમાં રખડતા ઢોરના વધતા ત્રાસ સામે નગરપાલિકાએ આકરાં પગલાં ભરતાં એક જ દિવસમાં 35થી વધુ ઢોર પકડી પાડ્યા છે. શહેરમાં અકસ્માત અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા અને ચીફ ઓફિસર વૈશાલી વરિયાની સૂચનાથી આ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં સુરતની ખાનગી એજન્સીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ઢોર ડીટેઇન કરવામાં આવ્યા હતા. 24 કલાકમાં દંડ નહીં ભરાય તો પાંજરાપોળ ખસેડાશે નગરપાલિકાએ ઢોર માલિકોને પોતાના પશુઓ રસ્તા પર ખુલ્લા ન છોડવા કડક તાકીદ કરી છે. પકડાયેલા ઢોરને 24 કલાકની અંદર નિર્ધારિત દંડ ભરીને છોડાવી શકાશે. નિયત સમયમર્યાદામાં માલિકો દ્વારા ઢોર ન છોડાવાય તો તેમને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી દેવાશે અને ત્યારબાદ પાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં. શાકમાર્કેટ વિસ્તારમાં દબાણકર્તાઓને 25 દિવસનું અલ્ટીમેટમ વર્ષો બાદ હાથ ધરાયેલી આ કડક કામગીરીથી શહેરના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત, રાજપીપલા શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં દુકાનદારો દ્વારા કરાયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે નગરપાલિકાએ 25 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે, જેથી આગામી દિવસોમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.
    Click here to Read More
    Previous Article
    World's Oldest Living Person Ethel Caterham Celebrates 117th Birthday
    Next Article
    ગર્લફ્રેન્ડને બ્લેકમેઈલ કરી તેના જ ઘરમાં ચોરી કરવા મજબૂર કરી:રૂ. 14 લાખના દાગીના ચોરી બોયફ્રેન્ડને આપ્યા, લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment