Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઢિયા ગામમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત:ઘરકામ ન આવડતું માનસિક ત્રાસ આપતા પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ

    17 hours ago

    ભાવનગર જિલ્લાના ભાલ પંથકના માઢીયા ગામે સાસરું ધરાવતી પરિણીતાએ તેના પતિ અને સસરા અવારનવાર માનસિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ બનાવ અંગે મૃતકની માતાએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં તેની જમાઈ અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. પતિ અને સસરા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ ભોજપરા ગામના રહેવાસી અંજુબેન દેહુરભાઈ સોલંકી (ઉ.વ 50)એ વેળાવદર ભાલ પોલીસ મથકમાં તેમની મૃતક દીકરીના પતિ અલ્પેશ સોલંકી અને સસરા મનુસખ સોલંકી સામે ફરિયાદ નોંધાવી. તેમની પુત્રી રંજનબેનના લગ્ન 27 જૂન, 2026ના રોજ માઢીયા ગામેં રહેતા અલ્પેશ સાથે થયા હતા. લગ્ન બાદથી જ પતિ અલ્પેશ અને સસરા મનસુખ સોલંકી ઘરકામ ન આવડતું હોવાના મુદ્દે દીકરીને અવાર નવાર મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા. દીકરીએ માતા-પિતાને વ્યથા ઠાલવી હતી, ગળેફાંસો ખાઈ આપઘાત જેથી 26 ઓક્ટોબર 2026ના રોજ ભોજપરામાં યોજાયેલા માંડવામાં તેમની દીકરી રંજનબેને પરિવારજનો સમક્ષ તેના પતિ તેમજ સસરા દ્વારા ત્રાસ અંગે વ્યથા ઠાલવી હતી. ત્યારબાદ 7 નવેમ્બર 2026ના રોજ રાત્રીના તેમની દીકરી એ તેના સાસરે રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 8 નવેમ્બરના રોજ પોસ્ટમોર્ટમ બાદ અંતિમ વિધિ કરાઈ હતી. આ બનાવ સંદર્ભે વેળાવદર પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ અને સસરા સામે BNS 108, 54 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ:વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ગરમ કપડાં પહેરીને નીકળ્યા, બપોરે તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
    Next Article
    "We Shouldn't Be Okay With 'Handover' Of Society To AI", Warns Meta AI Chief

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment