Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા ડોક્ટરના દીકરાનું સ્કૂલ બહારથી અપહરણ, 72 કલાકથી ભાળ નહીં:બિલ્ડર પતિ 3.5 વર્ષના પુત્રને લઈ ફરાર, મુંબઇમાં ક્રેડિટ કાર્ટથી શોપિંગ કરતા સુરત પોલીસની ટીમ રવાના

    9 hours ago

    સુરતના કતારગામ સ્થિત જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટર નંદીતા પટેલના સાડા ત્રણ વર્ષના પુત્રનું તેની સ્કૂલના કમ્પાઉન્ડ બહારથી સરેઆમ અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના 72 કલાક કરતાં વધુ સમય છતાં બાળકની ભાળ ન મળતા વેસુ પોલીસે મહિલા તબીબના બિલ્ડર પતિ ઈશાન પટેલ, સાસુ રોહીણી પટેલ અને સસરા દુષ્યંત પટેલ સામે ગુનો નોંધી સઘન શોધખોળ શરૂ કરી છે. લગ્નજીવનમાં ખટરાગ અને આરોપીનું આયોજનબદ્ધ કાવતરું મહિલા ડોક્ટરના લગ્ન 2021માં ઈશાન પટેલ સાથે થયા હતા. દંપતી વચ્ચે અણબનાવ ચાલતો હોવાથી 1 એપ્રિલ 2024થી મહિલા પુત્ર સાથે પિપલોદ ખાતે પિયરમાં રહેતા હતા અને કોર્ટ કેસ પણ ચાલતો હતો. 29 ઓગસ્ટે બપોરે 1:03 વાગ્યે વેસુ કેનાલ રોડ પર આવેલી સ્કૂલમાંથી કેરટેકર બાળકને બહાર લાવી ત્યારે પિતા ઈશાને લાલચ આપવાનો પ્રયાસ કર્યો હતો. બાળક ન માનતા બે મિનિટમાં જ (1:05 વાગ્યે) કેરટેકરના હાથમાંથી બાળક આંચકીને કારમાં ભાગી છૂટ્યો હતો. અપહરણ સ્કૂલ કેમેરાના 'બ્લાઈન્ડ સ્પોટ'માં કરાયું હોવાથી પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. ત્રણેયના ફોન બંધ અને નવસારી ફાર્મહાઉસ સુધી દરોડા ઘટના બાદ પોલીસે આરોપી પતિના ફ્લેટ પર તપાસ કરતા બહારથી તાળું લટકતું હતું અને સીસીટીવીમાં ઘટના પહેલા જ સાસુ-સસરા અને પતિ ઘર બંધ કરીને નીકળતા કેદ થયા હતા. હાલમાં પતિ, સાસુ અને સસરા ત્રણેયના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવે છે, જ્યારે ટેકનિકલ સર્વેલન્સમાં તેમનું છેલ્લું લોકેશન ફ્લેટનું જ દર્શાવે છે. બાળકનો પત્તો મેળવવા પોલીસે આરોપી બિલ્ડરના નજીકના સગા-સંબંધિયા, મિત્રોના ઘર તેમજ નવસારી ખાતે આવેલા તેમના ફાર્મ હાઉસ પર પણ ત્વરિત દરોડા પાડ્યા હતા. આરોપીનું ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતા મુંબઇનું લોકેશન મળ્યું આરોપી પતિ મુંબઈ ખાતે પોતાના ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરી હોવાની નાણાકીય વિગતો ટ્રેક થઈ છે. આ આધારે વેસુ પોલીસને પ્રબળ શંકા છે કે આરોપી પતિ બાળકને લઈને મુંબઈમાં ક્યાંક છુપાયેલો છે, જેથી સુરત પોલીસની એક વિશેષ ટીમ મુંબઈ જવા રવાના કરવામાં આવી છે. આરોપીઓ બાળક સાથે દેશ છોડીને ભાગી ન જાય તે માટે તમામ એરપોર્ટ પર 'લૂક આઉટ સાર્ક્યુલર' જારી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાણપુરમાં સતત વરસાદ વચ્ચે જર્જરીત મકાન ધરાશાયી:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, બોટાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ
    Next Article
    ‘નિપુણ ગુજરાત’ અભિયાન: બાળકોનું જ્ઞાન ચકાસાશે, સવાલ શિક્ષણની ગુણવત્તા પર:4 અને 5 ઓગસ્ટે બેઝલાઇન સર્વે, બાલવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓનું વાંચન-લેખન અને ગણિતનું મૂલ્યાંકન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment