Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરમાં સતત વરસાદ વચ્ચે જર્જરીત મકાન ધરાશાયી:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, બોટાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ

    10 hours ago

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સાંજના સમયે જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે નબળું પડી ગયેલું મકાન અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાન પડતાં આધેડ ઈજાગ્રસ્ત મળતી માહિતી મુજબ, રાણપુર શહેરમાં ઈદગાહ મસ્જિદ નજીક રહેતા ધીરુભાઈ દેસરભાઈ ભોજવીયાનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાનના કાટમાળ નીચે આવી જતાં તેમને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને તેમને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તંત્રે સલામતી રાખવા લોકોને કરી અપીલ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન જર્જરીત અને જોખમી મકાનોમાં રહેવાનું ટાળવા તેમજ જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સંભવિત જોખમોને પહોંચી વળવા સતર્ક બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    શુભેન્દુએ કહ્યું- CAAની અરજીઓ 6 મહિનામાં ક્લિયર થશે:કોઈની નાગરિકતા છીનવાશે નહીં; આજે 300 લોકોને નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા
    Next Article
    મહિલા ડોક્ટરના દીકરાનું સ્કૂલ બહારથી અપહરણ, 72 કલાકથી ભાળ નહીં:બિલ્ડર પતિ 3.5 વર્ષના પુત્રને લઈ ફરાર, મુંબઇમાં ક્રેડિટ કાર્ટથી શોપિંગ કરતા સુરત પોલીસની ટીમ રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment