Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પ્રથમ લોક અદાલત યોજાઇ:7,166થી વધુ કેસોનો નિકાલ કરાયો, 21.76 કરોડની રકમના સેટલમેન્ટ

    18 hours ago

    જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન. આર. જોશીના નેતૃત્વ હેઠળ 14 માર્ચ 2026ના રોજ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં 7,166થી વધુ કેસોના નિકાલ થયો હતો. આ લોક અદાલતમાં 21 કરોડ 76 લાખ 97 હજાર 841ની રકમના સેટલમેન્ટ થયા હતા. આ કેસોની સુનાવણી કુલ 27 કોર્ટમાં વિવિધ ન્યાયાધીશો દ્વારા હાથ ધરવામાં આવી હતી. બેંકો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત આશરે 15 જેટલી સંસ્થાઓએ આ લોક અદાલતમાં ભાગ લીધો હતો. લોક અદાલતમાં પ્રી-લિટિગેશન અને પોસ્ટ-લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનકારી કેસોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાકી લેણાંના કેસો, ઇ-ચલણ અને MACPના કેસો તેમજ કબૂલાતપાત્ર અન્ય તમામ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં રૂ. 17.70 કરોડના ખર્ચે ટાઉનહોલનું ખાતમુહૂર્ત:મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનશે
    Next Article
    વાપીમાં 20 સિટી બસો શરૂ, 10 રૂટ પર દોડશે:ટૂંકા અંતર માટે રૂ. 5, લાંબા અંતર માટે મહત્તમ રૂ. 10 ભાડુ, મુસાફરોની સુવિધામાં વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment