Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રૂ. 17.70 કરોડના ખર્ચે ટાઉનહોલનું ખાતમુહૂર્ત:મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનશે

    11 hours ago

    પાટણ નગરપાલિકા વિસ્તારમાં ટી.પી-2 ના ફાઇનલ પ્લોટ નં. 170 ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 'આગવી ઓળખ' ઘટક હેઠળ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ₹17.70 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ નવતર પ્રકલ્પનું વિધિવત ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સહયોગથી પાટણ શહેરના વિકાસમાં વધારો કરવાના હેતુથી આ ટાઉનહોલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાટણ નગરપાલિકા દ્વારા સંચાલિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે. ખાતમુહૂર્ત વિધિમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપરાંત પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન એ. પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, હર્ષભાઈ પટેલ તેમજ બાંધકામ શાખાના ચેરમેન મહેશભાઈ એમ. પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, શાસક પક્ષના નેતા દશરથજી એસ. ઠાકોર અને અન્ય સદસ્યો પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી જેલ બહારથી ફેંકાયેલું પોટલું ઝડપાયું:મોબાઈલ, માવા, બીડી, ચૂનો મળ્યા; ફરિયાદની તજવીજ
    Next Article
    જામનગરમાં પ્રથમ લોક અદાલત યોજાઇ:7,166થી વધુ કેસોનો નિકાલ કરાયો, 21.76 કરોડની રકમના સેટલમેન્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment