Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જેલ બહારથી ફેંકાયેલું પોટલું ઝડપાયું:મોબાઈલ, માવા, બીડી, ચૂનો મળ્યા; ફરિયાદની તજવીજ

    10 hours ago

    મોરબી સબ જેલ બહારથી જેલની અંદર ફેંકવામાં આવેલું એક પોટલું જેલ સ્ટાફની સતર્કતાને કારણે ઝડપાઈ ગયું છે. આ પોટલામાંથી એક મોબાઈલ ફોન, માવા, બીડી અને ચૂનો મળી આવ્યા હતા. જેલ સત્તાવાળાઓ દ્વારા આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સબ જેલના જેલર એચ.એ. બાબરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સવારે જેલ સ્ટાફ દ્વારા જેલની બહારના ભાગમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આ પોટલું મળી આવ્યું હતું, જેને સગેવગે કરવામાં આવે તે પહેલા જ કબજે કરી લેવાયું હતું. પોટલાની તપાસ કરતા તેમાંથી લાવા કંપનીનો એક મોબાઈલ ફોન, ચાર માવાના પેકેટ, બીડીની એક જુડી અને એક ચૂનાની ટોટી મળી આવી હતી. નોંધનીય છે કે, આશરે પોણા બે મહિના પહેલા અમદાવાદથી આવેલી જડતી સ્કવોડે મોરબી સબ જેલની જડતી લીધી હતી. તે સમયે બેરેક નંબર ૩ અને ૪ વચ્ચેના જનરલ સંડાસ-બાથરૂમમાંથી સીમકાર્ડ વગરના બે કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તે બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ પીએસઆઈ સી.એમ. કરકર કરી રહ્યા છે. આ અગાઉના મોબાઈલ કોના હતા અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે અંગેની વિગતો હજુ બહાર આવી નથી, ત્યાં ફરી એકવાર જેલમાં મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં ઝડપાયેલા મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. જેલ સ્ટાફની સતર્કતાને કારણે મોબાઈલ જેલમાં પહોંચાડવાનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    IPL की चमक के आगे PCB की फजीहत, बांग्लादेश ने भी दिया जख्म!
    Next Article
    પાટણમાં રૂ. 17.70 કરોડના ખર્ચે ટાઉનહોલનું ખાતમુહૂર્ત:મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment