Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 20 સિટી બસો શરૂ, 10 રૂટ પર દોડશે:ટૂંકા અંતર માટે રૂ. 5, લાંબા અંતર માટે મહત્તમ રૂ. 10 ભાડુ, મુસાફરોની સુવિધામાં વધારો

    13 hours ago

    ઔદ્યોગિક નગરી વાપીમાં પરિવહન સુવિધાને વેગ આપવા માટે વાપી મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયની રાહ જોયા બાદ, શહેરના મુખ્ય 10 રૂટ પર 20 સિટી બસોની સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં મુસાફરીનો દર ટૂંકા અંતર માટે રૂ, 5 અને લાંબા અંતર માટે મહત્તમ રૂ, 10 રાખવામાં આવ્યો છે, જે સામાન્ય જનતા માટે રાહતરૂપ છે. વાપીમાં સતત વધતા ટ્રાફિક અને ખાનગી વાહનોના વધુ પડતા ઉપયોગ વચ્ચે આ નવી બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. રિક્ષાચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનફાવે તેવા ભાડા અને કનેક્ટિવિટીના અભાવે પરેશાન થતા નોકરિયાતો અને શ્રમિક વર્ગને આનાથી મોટો ફાયદો થશે. આ બસ સેવા રેલવે સ્ટેશન, જીઆઈડીસી (GIDC) વિસ્તારો અને વિવિધ રહેણાંક વિસ્તારો વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આનાથી મુસાફરોના પૈસા અને સમય બંનેની બચત થશે. વાપી મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું કે, 'વાપીના નાગરિકોને સસ્તી અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ બસ સેવા શરૂ થવાથી શહેરના આંતરિક વિસ્તારોમાં અવરજવર કરવી સરળ બનશે.'
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પ્રથમ લોક અદાલત યોજાઇ:7,166થી વધુ કેસોનો નિકાલ કરાયો, 21.76 કરોડની રકમના સેટલમેન્ટ
    Next Article
    ટર્મ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા મેંદરડા તા.પં. પ્રમુખનું રાજીનામું:અનુસૂચિત જાતિના હોવાથી ભેદભાવ રાખી અધિકારીઓ ફાઈલ અટકાવી રાખતા હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment