Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7.14 લાખના મોબાઇલ કાંડનો પર્દાફાશ:મોડાસામાં એક જ IMEI નંબર ઉપર ચાલતા 101 શંકાસ્પદ મોબાઈલ જપ્ત

    4 days ago

    અરવલ્લી જિલ્લામાં ગુનાખોરી ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા જિલ્લા SOG ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે એક જ IMEI નંબર પર સક્રિય એવા 101 શંકાસ્પદ મોબાઈલ મોડાસા શહેરની જુદી જુદી દુકાનોમાંથી શોધી મોબાઇલ કાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કામગીરી દ્વારા પોલીસે 7.14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર બિલ વગરના મોબાઈલ વેચતા અને IMEI નંબર બદલતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપતાં SOG પી.આઈ. એચ.પી. ગરાસીયા અને પી.એસ.આઈ. એ.એચ. રાઠોડની ટીમ દ્વારા વણઉકેલાયેલા ગુનાઓના સ્થળ પરથી ડમ્પ ડેટા મેળવીને તેનું એનાલિસિસ કરાયું હતું. તપાસ દરમિયાન ટેકનિકલ સ્ટાફને જાણવા મળ્યું કે જુદી-જુદી કંપનીના અનેક મોબાઈલ ડિવાઇસ એક જ સમાન IMEI નંબર પર એક્ટિવ છે શંકાસ્પદ જણાતા તમામ મોબાઈલ ધારકોને બોલાવી બિલની માંગણી કરાઇ હતી. પરંતુ તેઓ કોઈપણ બિલ રજૂ કરી શક્યા ન હોતા. જેથી એક જ પ્રકારના IMEI નંબર ધરાવતા કુલ 101 મોબાઈલ કિં. 7.14 લાખ તપાસ અર્થે જપ્ત કરાયા છ પકડાયેલા મોબાઈલ ધારકોની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ફોન મોડાસાની વિવિધ મોબાઈલ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરકારનો ફતવો:વીઘે 4 લીટર ઇંઘણ વપરાય, 200 લીટરથી એકધારું કામ નહીં થઇ શકે‎
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વેરાવળના ઇણાજ ગામે સીમ શાળાનો રસ્તો કાચો હોવાથી છાત્રો 4 કિમી ફરીને જવા મજબૂર બન્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment