Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ, સૌથી વધુ ઓગણજમાં 4 ઈંચ:હેલમેટ સર્કલ પાસે રસ્તો બેસી ગયો, ચંદ્રભાગાનાળાની કામગીરીમાં રોડની બાજુમાં ખાડાથી વાહનચાલકો પર જોખમ

    1 day ago

    અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રાત્રે 12થી 2 વાગ્યા સુધી સરેરાશ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓગણજમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અખબારનગર, મીઠાખળી અને મકરબા અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. ત્રણેય અંડરપાસમાંથી પાણી દૂર કરતાં ચાર કલાકનો સમય લાગ્યો હતો અને સવારે 7 વાગ્યા બાદ અંડરપાસ શરૂ કરવામાં આવ્યા હતા. ચાંદલોડિયામાં રોડ પર ખાડાનું સામ્રાજ્ય શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. રાત્રે પડેલા વરસાદથી વહેલી સવાર સુધી વરસાદી પાણી ભરાયેલા રહ્યા હતા. શહેરના ચાંદલોડિયા વંદેમાતરમ વિસ્તારમાં આવેલા વૃંદાવન હાઇટ્સથી સેવી સ્વરાજ તરફ જવાનો રોડ આખો તૂટી ગયેલો જોવા મળ્યો છે. વાહન ચાલકોના કમરના મણકા તૂટી જાય એવી સ્થિતિ રોડ પર જોવા મળી રહી છે. ચોમાસા પહેલાં રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા માત્ર એક જ તરફનો રોડ બનાવવામાં આવ્યો છે બીજી તરફનો રોડ ન બનાવવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે. હેલમેટ સર્કલ પાસે રોડ બેસી ગયો શહેરના વિજય ચાર રસ્તાથી લઈને હેલ્મેટ સર્કલ તરફ જવાના રોડ ઉપર રોડ બેસી જવાની ઘટના બની છે. રોડ નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઈનના મેઇન હૉલની આજુબાજુમાં રોડ બેસી ગયો હતો. જેથી ગમે ત્યારે રોડ પર ભુવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા યોગ્ય રીતે બેરીકેટિંગ કરવામાં આવ્યું નથી. ચાંદખેડામાં સ્ટ્રીટલાઈટના કરંટથી એકને ઈજા શહેરમાં વરસાદના કારણે સ્ટ્રીટ લાઇટમાં કરંટ લાગવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ચાંદખેડા વિસ્તારમાં સારથી બંગલોઝ ગોકુલધામ સ્ટ્રીટલાઈટ થાંભલાના કારણે એક વ્યક્તિને કરંટ લાગ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે તેની પહેલા એક વ્યક્તિને કરંટ લાગ્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દૂધેશ્વર અને નાના ચિલોડામાં દિવાલ પડવાના બનાવ સૈજપુર વિસ્તારમાં બંગલા એરિયા મુખ્ય રોડ પર ગાબડું પડી ગયું હતું. જેમાં 1 મહિલા ફસાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા મહિલાને તાત્કાલિક બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે દૂધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે એક દીવાલ પડી હતી અને નાના ચિલોડાના નોબલ નગર પાસે આવેલી આંગન સોસાયટીમાં પણ દિવાલ પડી હતી. જોકે દિવાલ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઓગણજ 4 અને ગોતામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો રાણીપમાં પોણા ત્રણ ઇંચ જ્યારે ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સીટી, ચાંદખેડા, જગતપુર, સરખેજ, જોધપુર, બોપલ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. વાસણા, નવરંગપુરા, આશ્રમરોડ, પાલડી સહિતના વિસ્તારોમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં અસારવા, મેમકો, જમાલપુર, દરીયાપુર, નરોડા, સરદારનગર, એરપોર્ટ, મણીનગર વટવા, ઇન્દ્રપુરી, લાંભા, રામોલ, હાથીજણ, કઠવાડા, વસ્ત્રાલ, ઓઢવ, દૂધેશ્વર, કાલુપુર અને હંસપુરા જેવા વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રાત્રે પડેલા વરસાદથી ક્યાં કેવી સ્થિતિ?
    Click here to Read More
    Previous Article
    પોલીસના વીડિયો ઉતારતા યુવાનો પર માયા આહિરનો કટાક્ષ:'તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાતા હોય'; આપ નેતાએ કહ્યું-ભાજપના રૂપિયાથી તમારા મોઢા સિવાયા
    Next Article
    Legendary Pandavani Folk Singer Teejan Bai Dies At 70

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment