Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારનો ફતવો:વીઘે 4 લીટર ઇંઘણ વપરાય, 200 લીટરથી એકધારું કામ નહીં થઇ શકે‎

    4 days ago

    રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની અછતની અફવા વચ્ચે સોમવારે અંધાધૂની સર્જાઇ હતી. રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વાહનચાલકોને માત્ર વ્હીકલમાં અને ખેડૂતોને 200 લીટરની મર્યાદામાં ઇંઘણ આપવાનો પરિપત્ર કર્યો છે. સોમવારે એકસાથે વાહનચાલકો કેરબા અને પીપમાં પેટ્રોલ-ડિઝલ પુરાવવા ઉમટી પડતાં મોટાભાગના પંપોમાં સ્ટોક ખૂટી પડ્યો હોવાના પાટિયા લાગી ગયા હતા. જેના પગલે સરકારે હવે માત્ર ખેડૂતોને જ ખરાઇ કર્યા બેરલમાં ઇંઘણ આપવાની પરમીશન આપવામાં આવી છે. બોટાદના પેટ્રોલ પંપ સંચાલક સુધીરભાઈ, વહેલાલના પેટ્રોલપંપ સંચાલક વિરલ પટેલે જણાવ્યું હતું કે, સોમવારે પેટ્રોલ 14 હજાર લીટર અને ડિઝલ 10 હજાર લીટર વેચાઇ ગયું હતું. જે સામાન્ય દિવસમાં 3થી 8 હજાર લીટર વેચાણ થતું હોય છે. ખેડૂતોને 200 લીટર સુધીનો જથ્થો વેચાણ અંગે પૂછતા જણાવ્યું કે અમે કોઈ ખરાઈ કરતા નથી.ઇન્ડસ્ટ્રીને આપવાનું બંધ કર્યું ખેડૂતોને ચહેરા થી ઓળખી જઈએ જે રોજબરોજ અહીંથી લેતા હોય. બોટાદ જિલ્લામાં 70 પેટ્રોલ પંપ છે. જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની સુચના મુજબ તમામ મામલતદાર તથા જિલ્લાની ટીમ દ્વારા સઘન તપાસણી હાથ ધરાઇ છે. પેટ્રોલપંપના સંચાલક પાસેથી સ્ટોકની વિગતો મેળવી હતી. તકેદારીના ભાગ રૂપે જિલા વહીવટી તંત્ર દ્વારા દરેક પેટ્રોલપંપ ઉપર કેરબા- પીપડામાં પેટ્રોલ ન આપવાની કડક સુચના આપવામાં આવી છે. રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વાહનચાલકોને માત્ર વ્હીકલમાં અને ખેડૂતોને 200 લીટરની મર્યાદામાં ઇંઘણ આપવાનો પરિપત્ર કર્યો છે. જો કે, હજુ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. બોટાદની સ્કૂલ બસોમાં ઇંઘણનો 2થી 4 દિવસનો સ્ટોક : પેટ્રોલ પંપ બંધ બોટાદના સ્કૂલ સંચાલક વિનોદભાઇ કાલસરિયા, જયેશભાઇ ચાંદપરા દ્વારા જણાવ્યું હતું કે, જ્ઞાનમંદિર વિદ્યાપીઠ સ્કૂલમાં 21 બસ, હડદડ કષ્ટભંજન વિદ્યામંદિરમાં 8 બસ આવેલી છે. બસોમાં રોજનું 250 લીટરથી વધુ ડિઝલ જોઇએ. બસોમાં 80 થી 100 લીટરની અલગ અલગ ટેન્ક આવે છે. તેમની પાસે બે દિવસ ચાલે તેટલો ડીઝલનો બસમાં સ્ટોક છે. ખેડૂત હોવાની ખરાઇ કરવાનો ડિલરોને સમય મળશે? અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 200 લીટર ઇંઘણ આપતાં પહેલાં ખેડૂત હોવાની ખરાઇ ડિલરોને જ કરવાની રહેશે. પરંતુ પેટ્રોલપંપ ઉપર ભીડ જોતાં હાલના સમયે આ વ્યક્તિદીઠ ખરાઇ કરવી અને તેનું રજિસ્ટ્રેશન નિભાવવું મુશ્કેલ હોય તેમ લાગે છે. બીજુ કે, ડીલર એક ખેડૂતને વધુ જથ્થો આપી દેશે તે કોઈ ઇન્ડ્રસ્ટિઝ કે બિન ખેડૂતને જથ્થો આપશે તો નિયંત્રણ કોણ રાખશે તે પણ સવાલ છે. 200 લીટરમાં માત્ર 50 વીઘામાં ખેતી થશે હાલ ઉનાળુ ખરીફ સિઝનમાં ચણાં, ઘઉનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કેટલાક ખેડૂતો ભાડેથી ખેતરમાં કામ કરવા આપતાં હોય છે. જેમાં હળથી કરે તો કલાકે 1000 ભાડુ ચૂકવવાનું (વીઘે 3થી 4 લીટર), દાંતીથી કરે તો રૂ. 800 ભાડુ (વીઘે 2થી 3 લીટર) અને રાંભ કરે તો કલાકે રૂ.500 ભાડુ (વીઘે 1થી 2 લીટર)નો વપરાશ થાય છે. જેનાથી 200 લીટર જથ્થો વધુમાં વધુ 50 વીઘામાં ચાલે છે. જો કે, આ કામ અમૂક કલાક પૂરતું જ કરવાનું હોવાથી બીજા દિવસે કે સરકાર નક્કી કરે તે સમયે ખેડૂતને ઇંઘણ ઉપલબ્ધ થઇ જશે. 7/12 અને 8-અનું ફોર્મ રજૂ કરવું પડશે ખેડૂત પેટ્રોલપંપ ઉપર ઇંધણ લેવા માટે જશે તો ડિલર દ્વારા 7/12 અને 8-અનો પુરાવો માંગશે. જે બાદ ખેડૂત દીઠ 200 લીટરની મર્યાદા ડિઝલ (ઈંધણ)નો જથ્થો અપાશે. સરકારે મોબાઇલ ટાવરને 1000 લીટર જથ્થો ફાળવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ:3 વર્ષમાં 30 લાખને બદલે 14 લાખ ટન કચરો જ પ્રોસેસ કર્યો, મુદત પૂરી થઈ ને 53 દિવસે ફરી આગ
    Next Article
    7.14 લાખના મોબાઇલ કાંડનો પર્દાફાશ:મોડાસામાં એક જ IMEI નંબર ઉપર ચાલતા 101 શંકાસ્પદ મોબાઈલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment