Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ:3 વર્ષમાં 30 લાખને બદલે 14 લાખ ટન કચરો જ પ્રોસેસ કર્યો, મુદત પૂરી થઈ ને 53 દિવસે ફરી આગ

    2 days ago

    ખજોદ સાઇટ પર કચરાનો નિકાલ કરવા 3 વર્ષ માટે સી. ડી. ટ્રાન્સપોર્ટને કોન્ટ્રાક્ટ અપાયો હતો. તેણે 3 વર્ષમાં 30 લાખ ટન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હતું, તેની ટર્મ પૂરી થઈ ગઈ હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 14 લાખ ટન જ પ્રોસેસિંગ કર્યું છે, જેતી સ્વચ્છતા સર્વેક્ષણમાં કચરાના નિકાલમાં પાલિકા પાછળ ધકેલાઈ ગઈ છે. પાલિકાએ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટે પણ તૈયારી કરી હતી, પરંતુ આ કામ લેવા માટે બીજી કોઈ એજન્સી આગળ ન આવતાં પાલિકાએ ના છૂટકે તેને સી.ડી. ટ્રાન્સ્પોર્ટને જ કામ સોંપવું પડ્યું છે. પાલિકાએ અત્યાર સુધી આ કામ પાછળ એજન્સીને 214 કરોડમાંથી 100 કરોડ રૂપિયા પણ ચૂકવી દીધા છે. એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોન્ટ્રાક્ટરથી કચરાનો નિકાલ થતો નથી એટલે તેમના જ માણસો દ્વારા આગ લગાડવામાં આવી રહી છે, ડમ્પિંગ સાઇટ પર લાગતી વારંવારની આગની આ ઘટનાઓ કોન્ટ્રાક્ટર અને પાલિકાના કેટલાક કર્મચારીઓની મીલીભગતના ભ્રષ્ટાચાર પર શંકા ઉપજાવી રહી છે. અંદાજે 16 લાખ ટન કચરો, ગણતરી માટે SVNITને કામ સોપાયું સાઇટ પર 16 લાખ ટન કચરો છે. હવે તેની ગણતરી કરવા SVNITને કામ સોપાયું છે. કુલ 30 લાખ ટન કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ અને નિકાલ કરવા સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીને 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. જો કે, ડિસેમ્બરમાં 3 વર્ષની મુદત પૂર્ણ થવા છતાં સ્થળ પર 50 ટકા જેટલી જ કામગીરી થઈ શકી છે. એજન્સીની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરીને પાલિકાએ એજન્સીને અનેક નોટિસો પણ આપી છે. સર્વેક્ષણ પહેલાં જ આગથી પ્રશ્નાર્થ આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેન્દ્ર સરકારની ટીમ સુરત આવશે. સુરત છેલ્લાં 2 વર્ષથી દેશના સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમે રહ્યું છે છતાં ખજોદ ડિસ્પોઝલ સાઇટ પરના કચરાના ડુંગરને શહેરના રેન્કિંગ માટે પડકારરૂપ માનવામાં આવે છે. આ સ્થિતિમાં આગ લાગવાની ઘટનાએ અનેક તર્કવિતર્કોને જન્મ આપ્યો છે. 10 ફાયર સ્ટેશનની 11 ગાડી ખડકાઈ પવનની દીશા બદલાતી રહેતાં મુશ્કેલી આગ પર કાબૂ મેળવવા 10 ફાયર સ્ટેશનની 11 ગાડી ખડકી દેવાઈ હતી છતાં રાત સુધી આગ બેકાબૂ હતી. આગ અડધો કિમીમાં ફેલાઈ ગઈ છે. ફાયર ઓફિસર જગદીશ રત્નુએ કહ્યું કે, પવનની દીશા બદલાતી રહેતા મુશ્કેલી પડી રહી છે. નીચે કચરું સળગતું હોવાથી ફરી આગ લાગે છે. 2 લાખ લિટર પાણીનો છંટકાવ કર્યો છે. સંપૂર્ણ કાબૂ મેળવતા 2 દિવસ લાગશે. સાંજ સુધીમાં માટીના 30 ડમ્પર ઠાલવી દેવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    US Sends Iran A 15-Point Plan To End War: Report
    Next Article
    સરકારનો ફતવો:વીઘે 4 લીટર ઇંઘણ વપરાય, 200 લીટરથી એકધારું કામ નહીં થઇ શકે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment