Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ વિસ્તારમાં મહિલાઓનું ઓછું મતદાન:ગોમતીપુરમાં સૌથી વધુ 70.43 અને નવરંગપુરામાં સૌથી ઓછું 41.31 ટકા મતદાન; અમદાવાદમાં 19.69 લાખ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

    2 days ago

    રાજ્યમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં સરેરાશ 61.26 ટકા મતદાન થયું છે. ચાર મહાનગરોમાં સરેરાશ 50થી 60 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન સુરતમાં 59.21 અને સૌથી ઓછું ઓછું રાજકોટમાં 51.59 અને અમદાવાદમાં 51.81 ટકા મતદાન થયું છે. જ્યારે વડોદરામાં 53.34 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી વધારે મતદાન ગોમતીપુર વોર્ડમાં 70.43 ટકા જેટલું નોંધાયું છે જ્યારે સૌથી ઓછું મતદાન નવરંગપુરા વોર્ડમાં 41.31 ટકા નોંધાયું છે. ભાજપના ઓછા પ્રભુત્વવાળી એવી બેઠકો ગોમતીપુર, મકતમપુરા, બહેરામપુરા, દરીયાપુર, શાહપુર, જમાલપુર, ખાડીયા અને લાંભામાં 60 ટકાથી વધુ મતદાન થયું છે. રાજકીય પાર્ટીઓ વધુ મતદાન કરાવવામાં નિષ્ફળ નરોડા વિસ્તારમાં સવારે સૌથી વધારે મતદાન હતું, પરંતુ બપોર બાદ નરોડા વિસ્તારમાં મતદાન કરાવવામાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના ઉમેદવારો નિષ્ફળ રહ્યા હતા. ખાડિયા વિસ્તારમાં સવારે મતદાન થયું હતું પરંતુ બપોરે મતદાન ન થતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મતદાન કરાવવા માટે નીકળ્યા હતા. જેના કારણે મતદાન 60 ટકાથી ઉપર થયું છે. ખાડિયામાં પાંચકુવા ફાયર સ્ટેશન નજીક આવેલા મતદાન મથક ઉપર ખૂબ મોટા પ્રમાણમાં લાઈનો હતી અને બોગસ મતદાન થતું હોવાનો તેમજ કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત તેમનો સ્ટાફ હાજર ન હોવાને લઈને મદદ કરી રહી હોવા અંગેનો આક્ષેપ ભાજપના પૂર્વ કોર્પોરેટરે કર્યો હતો. 38 લાખ મતદારોમાંથી 19,69,118 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો શહેરમાં સરેરાશ 38 લાખ જેટલા મતદારો છે જેમાંથી 19,69,118 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 10,85,791 પુરુષ જ્યારે 8,83,327 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. કુલ મતદારોમાં 55.20 ટકા પુરુષો અને 48.18 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. નરોડા, સરદારનગર, ઠક્કરબાપાનગર, નિકોલ, વસ્ત્રાલ સહિતના પૂર્વ વિસ્તારોમાં ખૂબ ઓછી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે નીકળી હતી. કુબેરનગરમાં બબાલ પણ ચૂંટણી પંચની માહિતીમાં ‘ના’ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉભી થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ હતી અને પોલીસ ફરિયાદ પર નોંધાઈ હતી, પરંતુ રાજ્ય ચૂંટણી પંચની આંકડાકીય માહિતીમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં કુબેરનગર વોર્ડમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉભી થઈ હતી તેમાં "ના"લખવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં મારામારીની ઘટના બની હતી તેને છૂપાવવાનો પ્રયાસ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં વોર્ડવાઇઝ મતદાન
    Click here to Read More
    Previous Article
    મતગણતરીના 24 કલાક પહેલાં AAPને વધુ એક ઝટકો:ખેડૂત નેતા સાગર રબારીએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું
    Next Article
    કાળમુખી કારની ટક્કરે 5 વર્ષની માસૂમ બાળકીનું મોત:દંપતી ગંભીર ઘાયલ, જામનગરમાં કાર-બાઈક અકસ્માતના દૃશ્યો CCTV કેમેરામાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment