Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રાના 'પેડલ પ્રવાસી' ગ્રુપે 70,000 KM સાયકલિંગ કર્યું:વિશ્વ સાયકલ દિવસે સ્વસ્થ રહેવા અન્યને પ્રેરણા આપી

    1 day ago

    ધ્રાંગધ્રાના 'પેડલ પ્રવાસી' સાયકલિંગ ગ્રુપે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે લોકોને સ્વસ્થ રહેવા માટે સાયકલ ચલાવવાની અપીલ કરી છે. આ ગ્રુપે છેલ્લા એક વર્ષમાં 70,000 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું છે અને દરરોજ સરેરાશ 25 કિલોમીટરનું અંતર કાપે છે. કોરોના મહામારીએ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા છે. આ સમયગાળામાં ઘણા લોકોએ ચાલવું, દોડવું, યોગા અને સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ અપનાવીને પોતાની તંદુરસ્તી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ધ્રાંગધ્રા શહેરમાં કેટલાક ઉત્સાહી લોકોએ 'પેડલ પ્રવાસી સાયકલિંગ ગ્રુપ'ની શરૂઆત કરી. શરૂઆતમાં પાંચ-છ સભ્યોથી શરૂ થયેલા આ ગ્રુપમાં આજે છ વર્ષના અંતે 70થી વધુ સભ્યો જોડાયા છે. શરૂઆતમાં ફક્ત રવિવારે સાયકલિંગ કરતા આ ગ્રુપે સભ્યોની સંખ્યા વધતા દરરોજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું. ગ્રુપના સભ્યો દરરોજ સવારે 5:30 વાગ્યે નક્કી કરેલા મિટિંગ પોઈન્ટ પર સાયકલ અને પાણીની બોટલ સાથે એકત્ર થાય છે. તેઓ જાતે જ દૈનિક લક્ષ્ય નક્કી કરીને સાયકલિંગ માટે નીકળી પડે છે. ઉનાળાની ગરમી, ચોમાસાનો વરસાદ કે શિયાળાની ઠંડી, કોઈ પણ ઋતુ આ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી. આ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો સભ્ય બન્યા છે અને રોજ સાથે સાયકલિંગ કરતા કરતા હવે એક પરિવાર જેવું બની ગયું છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે, આ ગ્રુપના સભ્યોએ ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું. જેમાં રોકડીયા હનુમાન સર્કલ, સીતા દરવાજા, શાક માર્કેટ, રાજકમલ ચોક, શક્તિ ચોક, ગ્રીનચોક, ઝાલા રોડ, હળવદ રોડ ગુરુકુળ બાયપાસ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    હજીરા પોર્ટ આગામી 4 મહિના સુધી બંધ:દરિયામાં ભારે કરંટના કારણે કોલસાના સ્ટીમરો સુરતને બદલે ભાવનગર ડાયવર્ટ કરાશે; ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, ટન દીઠ 2,500નો વધારો
    Next Article
    પાલનપુર બ્રિજ પર ટ્રેલરે મહિલાને કચડી:ટાયર ફાટતાં ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવ્યું; મોપેડચાલક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment