Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આજીડેમ ખાતે છઠ્ઠ પૂજા:સૂર્યદેવની પૂજા-અર્ચના કરવા 7,000 શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

    9 hours ago

    છઠ્ઠ પૂજાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્તર ભારતીય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂર્યદેવની પૂજા-અર્ચના કરી રહ્યા છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના લોકો ઊગતા અને ડૂબતા બંને સૂરજની પૂજા કરે છે. આજે રવિવાર, 15 નવેમ્બર કાર્તિક શુક્લ ષષ્ઠી છે, આ તિથિએ છઠ મહાપર્વ ઉજવવામાં આવે છે. છઠ પૂજા પર અસ્ત થતા સૂર્યને અને કાલે એટલે કે 16 નવેમ્બરની સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. આ વ્રત સંતાનના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. છઠ પર્વમાં સૂર્યદેવ સાથે છઠ્ઠી મૈયાની પૂજા કરવાની પરંપરા છે. જેમાં રાજકોટના આજીડેમ ખાતે જ અંદાજે 7,000 જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. છઠ્ઠ પૂજાના પાવન અવસર પર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના ત્રણ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય સમાજના લોકો એકત્રિત થયા છે. આ તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે વાત કરતા પ્રિયા યાદવે જણાવ્યું હતું કે, અમે બધા અહીં સંધ્યા અર્ઘ્ય આપવા માટે આવ્યા છીએ. સાંજે ડૂબતા સૂર્યની પૂજા કરવામાં આવે છે, જેને 'સંધ્યા અર્ઘ્ય' કહેવાય છે. આ પૂજાનું મહત્ત્વ શબ્દોમાં કહી શકાય તેમ નથી. જો તમે આ જાતે કરો તો તેને અનુભવી શકો છો કે આ અમારા બધા માટે એક લાગણી (ઇમોશન) છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અમારું ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ - આ ત્રણેય રાજ્યોના લોકોનું ભાવનાત્મક રીતે જોડાયેલું પર્વ છે. મહિલાઓ અને બહેનો પોતાના પરિવારના સુખ-શાંતિ, પતિના દીર્ઘાયુષ્ય અને સંતાનોના સારા સ્વાસ્થ્ય તથા લાંબા આયુષ્ય માટે ૩૬ કલાક સુધી નિર્જળા ઉપવાસ કરે છે. સૂર્ય ભગવાન અને છઠી મૈયાના આશીર્વાદ હંમેશાં પરિવાર પર બની રહે તે માટે આ્ર વ્રત કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વનકર્મીઓએ જ સિંહની પજવણી કરી:અમદાવાદમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી, અમૂલના દૂધ-દહીં બાદ છાશમાં પણ ફટકો, કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
    Next Article
    રાજકોટ મનપાનાં 14 કર્મચારીઓની બદલી:મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ 6 વોર્ડ ઓફિસર અને 8 સેનેટરી ઇન્સ્પેક્ટર-સબ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમ કર્યા, કોર્પોરેટરોમાં નારાજગીની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment