Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનાં 14 કર્મચારીઓની બદલી:મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ 6 વોર્ડ ઓફિસર અને 8 સેનેટરી ઇન્સ્પેક્ટર-સબ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમ કર્યા, કોર્પોરેટરોમાં નારાજગીની ચર્ચા

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા 10 દિવસની લાંબી રજા પર ઉતર્યા છે. રજા પર જતા પૂર્વે તેમણે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 6 વોર્ડ ઓફિસર તેમજ સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ જારી કર્યા છે. અચાનક એકસાથે થયેલી આ બદલીઓથી મનપાનાં આંતરિક વર્તુળોમાં ચર્ચા જાગી છે. વોર્ડ ઓફિસરની બદલીઓના આ હુકમોને લઈને શહેરના અમુક વોર્ડના કોર્પોરેટરોમાં નારાજગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આ મુદ્દે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી. રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 6 વોર્ડ ઓફિસરની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ ફેરબદલી હેઠળ વોર્ડ નં.2ના વોર્ડ ઓફિસર પરેશ ચાવડાને વોર્ડ નં.7માં મુકવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નં.10ના નિલમબેન બેલીમની બદલી વોર્ડ નં.12માં કરવામાં આવી છે. વોર્ડ ઓફિસરોની અન્ય બદલીઓમાં વોર્ડ નં.15ના નિશાબેન જાદવને વોર્ડ નં.14માં અને વોર્ડ નં.14ના નિકુંજ ડોબરીયાને વોર્ડ નં.15માં બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નં.12ના રાજેશ ચત્રભુજને વોર્ડ નં.10માં અને વોર્ડ નં.7ના નિકુંજ ચૌહાણને વોર્ડ નં.2માં બદલી કરીને નિમણૂક આપવામાં આવી છે. વોર્ડ ઓફિસરોની સાથોસાથ મનપાના સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.12ના ધીરૂભાઈ પ્રજાપતિને વોર્ડ નં.14 ડ્રેનેજ તથા વોર્ડ નં.17 ડ્રેનેજની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ વોર્ડ નં.2ના કિરીટભાઈ પરમારને કે.એસ.ડી. ગાર્બેજ સ્ટેશન ખાતે અને વોર્ડ નં.14 ડ્રેનેજના કિરણભાઈ ઉધરેજાને વોર્ડ નં.2માં મુકવામાં આવ્યા છે. સફાઈ અને ડ્રેનેજ વિભાગની બાકીની બદલીઓમાં વોર્ડ નં.7/અના સંજયભાઈ ચાવડાને વોર્ડ નં.1માં, વોર્ડ નં.1ના કિરીટસિંહ રાઠોડને વોર્ડ નં.2-બમાં, વોર્ડ નં.4 ડ્રેનેજના દિપકભાઈ ડાંગરને વોર્ડ નં.5માં, વોર્ડ નં.5ના કૌશિકભાઈ ડામોરને વોર્ડ નં.4 ડ્રેનેજમાં અને વોર્ડ નં.2-બના મયુરભાઈ રાઠોડને વોર્ડ નં.17-બમાં બદલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડની જરૂરિયાત અને માંગ મુજબ કોર્પોરેટરો દ્વારા કેટલાક નામો સૂચવવામાં આવ્યા હતા. જોકે નામો સૂચવ્યા છતાં અન્ય અધિકારીઓની નિમણૂક થતા અને અગાઉ ફરિયાદનો સામનો કરી ચૂકેલા અધિકારીઓને પોતાના વોર્ડમાં મુકાતા અમુક વિસ્તારના કોર્પોરેટરોમાં નારાજગી છે, જોકે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા 10 દિવસની લાંબી રજા પર ગયા હોવાથી હાલ આ બદલીઓમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નથી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આજીડેમ ખાતે છઠ્ઠ પૂજા:સૂર્યદેવની પૂજા-અર્ચના કરવા 7,000 શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
    Next Article
    "I Hope You Die": Jensen Huang Accused Of Explosive Office Outbursts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment