Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરમાં 700 વિદ્યાર્થીઓ સાથે વિશાળ તિરંગા યાત્રા:મામલતદાર, પોલીસ, ભાજપ પદાધિકારીઓ અને આગેવાનો પણ જોડાયા

    1 day ago

    શંખેશ્વર ખાતે બુધવારે પી.સી.પ્રજાપતિ વિદ્યાલયથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મામલતદાર એન.આર.પટેલ અને ગુજરાત ભાજપના અગ્રણી ભરતભાઈ આર્યની અધ્યક્ષતામાં નીકળી હતી. આ યાત્રામાં પી.સી.પ્રજાપતિ અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયના 700 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમની સાથે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ, હોમગાર્ડ, તાલુકા અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકરો અને શંખેશ્વરના અગ્રણી નાગરિકો પણ સામેલ થયા હતા. તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ અગ્રણી લાલાભાઈ રાઠોડ, ટીડીઓ તેજલબા વાઘેલા, નાયબ મામલતદાર મુકેશભાઈ ઠાકોર, પી.આઈ. પી.વી. વસાવા, ડૉ. કાંતિલાલ બ્રહ્મભટ્ટ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રસિંહજી અને તલાટી સંજયસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ યાત્રા વિદ્યાલયથી શરૂ થઈ 'ભારતમાતા કી જય'ના નાદ સાથે હાઈવે, મુખ્ય બજાર અને કુવારદ રોડ થઈને પરત વિદ્યાલય પહોંચી હતી. આ તિરંગા યાત્રાથી શંખેશ્વર નગરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. યાત્રા દરમિયાન જૈન સંસ્થાઓ દ્વારા રસ્તામાં લીંબુ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ક્રેન પર લટકી 32માં માળે યુવકનો આપઘાત:રાજકોટ મનપામાં અશ્લીલતાની તસવીરો વાયરલ, પગમાં સ્યુસાઈડ નોટ લખી પરિણીતાનો આપઘાત, ભગવાનને યાદ કરીને 9 લાખની ચોરી
    Next Article
    પોરબંદરમાં જુગારધામો પર પોલીસ તવાઈ: ત્રણ સ્થળેથી 17 ઝડપાયા:કુછડી, રાણાવાવ, ચીંગરીયામાંથી રૂ. 99,600 રોકડ સહિત મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment