Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં જુગારધામો પર પોલીસ તવાઈ: ત્રણ સ્થળેથી 17 ઝડપાયા:કુછડી, રાણાવાવ, ચીંગરીયામાંથી રૂ. 99,600 રોકડ સહિત મુદ્દામાલ કબજે

    1 day ago

    પોરબંદર જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી છે. ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 17શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂ. 99,600 રોકડ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રથમ કાર્યવાહી કુછડી ગામે ભાખરાઆતાના મંદિર પાસે જાહેરમાં કરવામાં આવી હતી. અહીંથી લખનભાઈ છગનભાઈ કુછડીયા, ભરતભાઈ દેવશીભાઈ ઓડેદરા, છગનભાઈ હરદાસભાઈ ઓડેદરા અને કેશુભાઈ અરભમભાઈ કુછડીયાને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 10,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી કાર્યવાહી રાણાવાવના સ્ટેશન પ્લોટમાં સોના પાનની પાછળના ભાગે થઈ હતી. પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ભરત બાલુભાઈ ગુજરાતી, હાર્દિક દિલીપભાઈ ઝાલા, રોનક ગોવિંદભાઈ મકવાણા, અતુલ કરશનભાઈ વડેયા, અશ્વિન જીવાભાઈ ગાગડીયા અને ભુપત સોમાભાઈ રાઠોડ સહિત ૬ શખ્સોને પકડ્યા હતા. તેમની પાસેથી રૂ. 18,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, માધવપુરના ચીંગરીયા ગામે પણ પોરબંદર LCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી નિલેશ ઉર્ફે પટેલ ભીખાભાઈ વાસણ, ભાવેશ માલદેભાઈ વાજા, નાગા ભોજાભાઈ કડછા, રાજુ હાજાભાઈ દાસા, ભોજા ગગનભાઈ દાસા, નાગા કરણભાઈ ઓડેદરા અને અનિલ બચુભાઈ કેશવાલા સહિત ૭ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી રૂ. 70,800 રોકડા અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આમ, પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરીને કુલ 17આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 99,600રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શંખેશ્વરમાં 700 વિદ્યાર્થીઓ સાથે વિશાળ તિરંગા યાત્રા:મામલતદાર, પોલીસ, ભાજપ પદાધિકારીઓ અને આગેવાનો પણ જોડાયા
    Next Article
    જુગારના 4 દરોડા: 16 ઝડપાયા, 6 ફરાર:મોરબી અને વાંકાનેરમાં પોલીસે કુલ ₹1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment