Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારના 4 દરોડા: 16 ઝડપાયા, 6 ફરાર:મોરબી અને વાંકાનેરમાં પોલીસે કુલ ₹1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    1 day ago

    મોરબી અને વાંકાનેર વિસ્તારમાં પોલીસે જુગારના ચાર અલગ-અલગ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 16 આરોપીઓને રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 6 આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ ₹1,04,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબીની નાની બજારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી એજાજભાઈ મહેબૂબભાઈ ચાનીયા, સોહિલભાઈ સલીમભાઈ બ્લોચ, આદિલભાઈ યુનુસભાઈ બ્લોચ, ગુલામહુસેનભાઇ ફિરોજભાઈ બ્લોચ, અક્રમભાઈ મહેબુબભાઇ શાહદાર, જુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબૂબભાઈ પાયક, ઇમરાનભાઈ યુસુફભાઈ તલાટ, હુસેનભાઈ રફિકભાઈ વડાવરીયા અને અલ્તાફભાઈ કાસમભાઇ કુરેશી સહિત 9 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹47,100 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ગુનામાં મુસ્તાક દાઉદભાઈ દાવલિયા (રહે. મકરાણીવાસ, મોરબી) સહિત 10 શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબીના લાતી શેરી નંબર 3-4 માં વરલી જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. અહીંથી અનવરભાઈ ઇલ્યાસભાઈ કટિયા (રહે. લાતી પ્લોટ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ₹21,000 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રોકડા ₹500 મળી કુલ ₹21,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કાનાભાઈ મનીષભાઈ જોશી અને તારમામદ ઈસ્માઈલભાઈ જુનાણી (બંને રહે. મોરબી) ના નામ ખુલ્યા હતા. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી ફરાર થયેલા બે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના શક્તિપરા સ્કૂલ પાછળની શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે રાયસીંગભાઇ દિનેશભાઈ બાબરીયા અને આમીન મહેબુબભાઇ જેડા (બંને રહે. વાંકાનેર) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ₹10,800 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રસીદભાઈ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા, સાહિલ હુસેનભાઇ પીપરવાડિયા અને જાનમામદ ઉર્ફે જાનીયો આદમભાઈ સિંધી નાસી છૂટ્યા હતા. પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર થયેલા ત્રણ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં કૈલાશ પટેલની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી જીતેશભાઈ જીવરાજભાઈ ધાડવી અને ભુપતભાઈ માવજીભાઈ મકવાણા (બંને રહે. વિનયગઢ), રમેશભાઈ માવજીભાઈ ચૌહાણ (રહે. સરોડી) અને મહેશભાઈ ધમાભાઈ સારલા (રહે. રામપરા) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹25,100 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં જુગારધામો પર પોલીસ તવાઈ: ત્રણ સ્થળેથી 17 ઝડપાયા:કુછડી, રાણાવાવ, ચીંગરીયામાંથી રૂ. 99,600 રોકડ સહિત મુદ્દામાલ કબજે
    Next Article
    વઢવાણમાં ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસે સેવાકાર્યો:નાયબ મુખ્ય દંડક મકવાણાએ દિવ્યાંગોને ભોજન કરાવ્યું, પાંજરાપોળમાં ઘાસચારો આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment