Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસે સેવાકાર્યો:નાયબ મુખ્ય દંડક મકવાણાએ દિવ્યાંગોને ભોજન કરાવ્યું, પાંજરાપોળમાં ઘાસચારો આપ્યો

    1 day ago

    ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વઢવાણ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયા હતા. આ સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે દિવ્યાંગ બહેનોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વઢવાણ પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો અર્પણ કરાયો હતો. આ પ્રસંગે વઢવાણ પાંજરાપોળ ખાતે નવનિર્મિત આધુનિક પશુ દવાખાનાની પણ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન, દવાખાનામાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને પશુઓની સારવાર તથા સંભાળ અંગેની કામગીરીની જાણકારી મેળવાઈ હતી. આ કાર્યક્રમોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, મહાનગર ભાજપના મહામંત્રી જયભાઈ શાહ સહિત ભાજપના અન્ય હોદ્દેદારો અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસની આ ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને સમાજસેવા અને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જુગારના 4 દરોડા: 16 ઝડપાયા, 6 ફરાર:મોરબી અને વાંકાનેરમાં પોલીસે કુલ ₹1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    N Chandra Steps Down As Tata Sons Chairman - Five Key Points From Letter To Board

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment