Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રેન પર લટકી 32માં માળે યુવકનો આપઘાત:રાજકોટ મનપામાં અશ્લીલતાની તસવીરો વાયરલ, પગમાં સ્યુસાઈડ નોટ લખી પરિણીતાનો આપઘાત, ભગવાનને યાદ કરીને 9 લાખની ચોરી

    1 day ago

    જે ક્રેન ચલાવતો તેના પર 32મા માળે ફાંસો ખાધો અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન બિલ્ડિંગના 32માં માળે ક્રેનમાં લટકીને આપઘાત કર્યો..11 ઓગસ્ટની મોડીરાતથી આજે સવાર સુધી મૃતદેહ ક્રેન પર લટકતો રહ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઝરમર વરસાદ..આજે 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્ય પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપાની ઓફિસમાં અશ્લીલતાની તસવીર વાયરલ રાજકોટ મનપાની વોર્ડ ઓફિસમાં ઈન્ચાર્જ અધિકારી અને પરિણીત મહિલા સફાઈ કામદારની પ્રેમલીલાની તસવીર સામે આવી.એટલું જ નહી કબાટમાંથી દારુના ક્વાર્ટર મળ્યાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે અમાનવીય વ્યવહાર ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો વિરોધ.. ઢોકળામાં સિગારેટ અને દાળ-ભાતમાં કીડા-મકોડા મળી આવ્યા.. તો જમવાની પ્લેટ-ગ્લાસ પણ ગંદા આપતા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પગમાં સુસાઈડ નોટ લખી પરિણીતાએ આપઘાત કર્યો આ તરફ વડોદરામાં રિલાયન્સના એન્જિનીયરની પત્નીએ આત્મહત્યા કરી..પગમાં સ્યુસાઈડ નોટ લખી પરિણીતાએ આપઘાત કર્યો.. પ્લોટ ખરીદવાના પૈસા માટે પતિ અને સાસરીયા ત્રાસ આપતા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મિલકત માટે પુત્રવધુ-પૌત્રીઓનું કારસ્તાન રાજકોટમાં સાસુ-સસરાને વિધવા પુત્રવધુ અને પૌત્રીઓનો ત્રાસ.. મિલકત માટે સાસુ સસરાને મારી નાખવા હિંચકાની સ્પીડ વધારે, તેલ-પાણી ઢોળી ફ્લોર પરથી પાડવાનો પ્રયત્ન કરતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીતામંદિરના બસપોર્ટનું ટર્મિનલ-2 તૈયાર એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું અમદાવાદ ગીતામંદિરના બસપોર્ટનું ટર્મિનલ-2 બનીને તૈયાર.હવે સૌરાષ્ટ્ર-કચ્છની બસો અહીંથી જ ઉપડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પહેલા ભગવાનને યાદ કર્યા અને પછી ચોરી કરી વિસનગરમાં જ્વેલર્સની દુકાનમાં મહિલાએ 2.50 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી 9 લાખથી વધુની મત્તા ભરેલી બેગ ચોરી. પહેલા ભગવાનને યાદ કર્યા અને બાદમાં બેગ ઉઠાવી લીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આરોપીના જામીન માટે ખોટા મેડિકલ સર્ટિફિકેટનો ખેલ વેરાવળમાં હત્યા અને ખંડણીના આરોપી ફારુક મૌલાનાને વચગાળાના જામીન આપવા નકલી મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ...કેશોદના ડો. રાજેશ સાંગાણીના ‘મિસકન્ડક્ટ’ સામે વેરાવળ કોર્ટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા આદેશ આપ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૈનિકો માટે વડોદરાથી 68 હજાર રાખડી મોકલાશે સૈનિકો માટે વડોદરાથી 68 હજાર રાખડી મોકલાશે..સરહદના વીર જવાનો માટે દેશ-વિદેશથી બહેનોએ મોકલ્યો પ્રેમ અને આદર..રાખડી બનાવવા 500થી વધુ સ્વંયસેવક કામે લાગ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 188 અંક ઘટીને 77966 પર બંધ થયો:નિફ્ટી પણ 36 અંક તૂટ્યો, IT અને FMCG શેરોમાં વધુ વેચવાલી રહી
    Next Article
    શંખેશ્વરમાં 700 વિદ્યાર્થીઓ સાથે વિશાળ તિરંગા યાત્રા:મામલતદાર, પોલીસ, ભાજપ પદાધિકારીઓ અને આગેવાનો પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment