Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના ભાટ સર્કલ પર કેબલ સ્ટેડ બ્રિજની અગ્નિ પરીક્ષા:700 ટનના 18 ટ્રકોના ભાર સાથે 15 દિવસ સુધી ચાલશે ટેસ્ટિંગની પ્રક્રિયા, હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ પણ ફિટ કરાશે

    11 hours ago

    પાટનગરના ભાટ સર્કલ પર નિર્માણ પામી રહેલા આધુનિક કેબલ સ્ટેડ બ્રિજની કામગીરી હવે તેના અંતિમ તબક્કે પહોંચી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે ગાંધીનગરનું ઘરેણું ગણાતા આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા તેની ક્ષમતાની આકરી ચકાસણી કરવામાં આવશે. આગામી ગુરુવારથી આ બ્રિજ પર લોડ ટેસ્ટિંગનો પ્રારંભ કરવામાં આવશે.જે અંદાજે 15 દિવસ સુધી ચાલવાની શક્યતા છે. 18 જેટલા વિશાળ ટ્રકોને બ્રિજ પર ચોક્કસ સ્થાને ગોઠવશે પાટનગરના ભાટ સર્કલ પર નિર્માણ પામી રહેલા આધુનિક કેબલ સ્ટેડ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવા માટે અંતિમ તબક્કાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. બ્રિજની લોડ વહન કરવાની ક્ષમતા માપવા માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. આ ટેસ્ટિંગ દરમિયાન 700 ટનથી વધુ વજન ધરાવતા 18 જેટલા વિશાળ ટ્રકોને બ્રિજ પર ચોક્કસ સ્થાને ગોઠવવામાં આવશે. દરેક હિસ્સા પર આવતા દબાણનું નિરીક્ષણ કરાશે આ ભારેખમ ટ્રકોને બ્રિજ પર સ્થિર રાખીને જોવામાં આવશે કે બ્રિજનું માળખું અને કેબલ આટલા પ્રચંડ વજનને કેવી રીતે ઝીલે છે. અત્યાધુનિક ઉપકરણો દ્વારા બ્રિજના ફાઉન્ડેશનથી લઈને કેબલ સુધીના દરેક હિસ્સા પર આવતા દબાણનું નિરીક્ષણ કરાશે.સામાન્ય રીતે કોઈ પણ બ્રિજનું લોડ ટેસ્ટિંગ ચારથી પાંચ દિવસમાં પૂર્ણ થતું હોય છે, પરંતુ ભાટ સર્કલનો આ બ્રિજ કેબલ પર ટકેલો હોવાથી તેની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. કેબલના સહારે હવામાં લટકેલા 200 મીટરના લાંબા સ્પાનનું અલગથી ટેસ્ટિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર બ્રિજ ઉપરાંત કેબલના સહારે હવામાં લટકેલા 200 મીટરના લાંબા સ્પાનનું અલગથી અને ઝીણવટભર્યું ટેસ્ટિંગ કરવામાં આવશે. કેબલ સ્ટેડ બ્રિજમાં આ મુખ્ય સ્પાન જ સૌથી મહત્વનો ભાગ હોય છે. જેની મજબૂતીની ખાતરી કરવા માટે 15 દિવસનો સમય લાગી શકે છે. આ બ્રિજ શરૂ થવાથી વાહનચાલકોનો સમય બચશે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા આ વ્યસ્ત માર્ગ પર ભાટ સર્કલ પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે. આ બ્રિજ શરૂ થવાથી વાહનચાલકોનો સમય બચશે અને મુસાફરી વધુ સુગમ બનશે. અહીંથી રોજના સવા લાખ વાહનો પસાર થતા હોય છે. 15 દિવસ સુધી ચાલનારા આ લોડ ટેસ્ટિંગના રિપોર્ટના આધારે બ્રિજની સુરક્ષાનું સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં જ આ આઈકોનિક બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. હાલમાં કામગીરીના સ્થળે સુરક્ષાને ધ્યાને રાખીને લોડ ટેસ્ટિંગ દરમિયાન સામાન્ય અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. મહત્વનું છેકે આ બ્રીજની નીચે થ્રી લેયર અંડર પાસ પણ બનશે. જ્યારે બ્રીજના મજબૂદી કરણ પર 24 કલાક બાદ નજર રાખવા માટે અંદાજે અઢી કરોડના ખર્ચે હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    અલગ-અલગ નંબરના ગૂંચવાડાનો અંત આવશે:112 ઈમરજન્સી હેલ્પલાઈન સાથે સંકલિત થઈ પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવાઓ પૂરી પાડનાર રાજ્યનું પ્રથમ સ્માર્ટ સિટી બનશે
    Next Article
    ચોટીલા મહાવીરપુરમ તીર્થની જમીન 25 વર્ષ પછી મુક્ત:પોલીસે 24 કલાકમાં ગેરકાયદેસર કબજો હટાવી ટ્રસ્ટને પરત અપાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment